SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષા માટે નીકળે છે. મૌનધારી છે. અભિગ્રહ ગુપ્ત છે. ૧૨૫ દિવસ પૂરા થયા છે. રાજા, પ્રજા, શ્રેષ્ઠિઓ સૌ રોજે જાતભાતની વસ્તુઓ તૈયાર કરે છે, પ્રભુ જરા નજર કરે છે, પાછા ફરે છે, સૌ ચિંતિત છે. એક દિવસ તેઓ ચંદનબાળાને બારણે આવી ઉભા પારણે, અભિગ્રહ શું હતો ? ભીક્ષા આપનાર મૂળ રાજકુમારી હોય, ત્રણ દિવસની ઉપવાસી હોય, માથે મૂંડો હોય, પગમાં બેડી હોય, ઉમરા વચ્ચે ઉભી હોય. વર્તમાનમાં દાસીપણે હોય. આંખમાં આંસુ હોય હાથમાં સૂપડામાં અડદના બાકુળા હોય. પ્રભુને જોઈને ચંદનબાળા પુલક્તિ થઈ આંખમાં હર્ષના આંસુ આવ્યા. પ્રભુને બાફેલા અડદના બાકુળાથી પારણું થયું. ઘરે ઘરે મેવા મિઠાઈ હતા પણ અભિગ્રહ પ્રમાણે યોગ ન હતો. પ્રભુને પારણું થતાં પંચ દિવ્ય પ્રગટ થયા. જેમાં હીરા, રતન, આભૂષણો, વિગેરે અનેક ચીજો હોય. પ્રભુની વિદાય પછી પંચ દિવ્યની સામગ્રી લેવા રાજ સૈનિકો આવ્યા. હાજર રહેલા કોઈ દેવે અટકાવ્યા. આ પંચ દિવ્યની માલિકી ચંદનાની છે. આથી ચંદનાને કહેવામાં આવ્યું કે આ સામગ્રી સ્વીકારો. ચંદનાએ કહ્યું એ સામગ્રી મૂળા શેઠાણીને આપો. આ પ્રસંગના મૂળમાં મૂળા શેઠાણી છે. જો તેમણે મને આ ટકોમૂંડો કરાવી સાંકળે બાંધી ન હોત તો હું નવકાર મંત્રનું રટણ સતત આ રીતે ક્યાંથી કરત! અને મંત્રના પ્રતાપે પ્રભુ આ આંગણે પધાર્યા. પ્રભુનો અભિગ્રહ પૂરો થવામાં મૂળાશેઠાણી નિમિત્ત છે. માટે આ સર્વ સામગ્રી તેમને સુપ્રત કરો. પ્રભુના અભિગ્રહ પ્રમાણે તેમણે જાણે તૈયારી કરી ન હોય? આ સાંભળી મૂળા શેઠાણી લજવાઈ ગયા. ચંદનાને પગે પડયા. પણ ચંદનામાં આવું દ્વેષની સામે પ્રેમ અને મૈત્રી બળ કયાંથી આવ્યું? આ પ્રસંગથી મૂળા પણ બોધ પામ્યા. મયણા સુંદરીની જેમ ચંદના પાસે સમક્તિનું બળ હતું. સમતા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૫૨
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy