SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજન છે. ૫. મોક્ષ છેઃ કર્મના સંયોગે વ્યવહારથી આત્માને કર્તાપણું છે માટે ભોક્તાપણું પણ છે. તેમ કર્મનું ટળવાપણું છે. કર્મના અપરિચયથી ઉપશમ કરવાથી કષાયની મંદતા થાય છે. અંતે ક્ષય થાય છે. પદાર્થોના મૂળ ગુણોનો નાશ ન થાય આવરણ દૂર થતા તે ગુણો પ્રગટ થાય છે જેમ તેલના અભાવે દીવો તેજ છોડી દે છે. તેમ આત્મામાં કર્મોરૂપી તેલના અભાવે કર્મોને કારણે થયેલી અશુદ્ધતા દૂર થઈ આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. ૬. મોક્ષનો ઉપાય છે : મોક્ષ છે તો તેને પ્રાપ્ત કરવાના ઉપાયો છે. કર્મબંધ થયા કરે તો આત્મા કયારે પણ મુક્ત ન થાય. જેમ કર્મબંધના કારણો છે તેમ મોક્ષ કારણો છે. ભક્તિ, શાસ્ત્રશ્રવણ તપાદિ બાહ્ય સાધનો છે. મિથ્યાત્વનું પ્રતિપક્ષી સમ્યગદર્શન અજ્ઞાનનું પ્રતિપક્ષી સમ્યગ્રજ્ઞાન અસ પ્રવૃત્તિનું પ્રતિપક્ષી સમ્યગચારિત્રા આ ત્રણેનો અવિનાભાવી સંબંધ છે. તે ત્રણે અભેદ પરિણામશુદ્ધસ્વરૂપને પ્રકાશે છે તે નિજસ્વરૂપને પામે છે. માટે મિથ્યાત્વાદિનો પરિહાર કરી શુદ્ધઉપયોગ સાધ્ય કરવો તે મોક્ષનો ઉપાય છે. આ છે સ્થાનકને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છ પદના પત્ર તરીકે પ્રરૂપણા કરી છે. ૮૫. મૂળા શેઠાણી ! આ ચંદનાની આશ્ચર્યજનક ગુણ ગ્રહણતા. મથાળું જોઈ નવાઈ ન પામશો. ચંદનાએ પ્રસંગમાં શું સારું જોયું હતું તે જાણવું છે. રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરે અભિગ્રહ લીધો છે. ભગવાન સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૫૧
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy