SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) ઉપાધ્યાયની આજ્ઞા, શ્રુત આરાધનની છે, તાત્ત્વિકતામાં તે ઉપાસક છે, નિપૂણ છે, તે શ્રુતજ્ઞાનનું બળ શ્રેણિ આરૂઢ થતાં જીવને સહજ બને છે. જે સામર્થ્યયોગ સુધી પહોંચાડે છે. શ્રુત અધ્યયત ધર્મરૂપ છે. (૫) નમો લોએ સર્વ સાહૂણં વિશ્વના સર્વ સાધુજનો શિરસાવદ્ય છે, તેમનું જીવન-તેની ચર્ચા સાધકને ઘણું શીખવે છે. સાધુ કેમ હરે, કેમ ફરે, કેમ સૂએ, કેમ ચાલે, કેમ આહાર લે, તે સર્વેમાં ઉપયોગિતા સમજે છે, તે આસક્ત કયાંય થતો નથી. તે સાધુ સાધકને સહાયક છે. પન્યાસજી જણાવે છે : શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે. શ્રી સિદ્ધ પરમાત્માની આજ્ઞા સમદર્શિત્વની છે. શ્રી આચાર્ય ભગવાનની આજ્ઞા સદાચારપાલનની છે. શ્રી ઉપાધ્યાયની આજ્ઞા શ્રુતાધ્યયની છે. શ્રી સાધુ ભગવંતની આજ્ઞા સાધનામાં સહાય કરવાની છે. આ પાંચે આજ્ઞા મંગળરૂપ છે. બાકી બધું અમંગળ છે. આરાધેલી આજ્ઞા શીવપદ આપે છે. વિરાધેલી આજ્ઞા ભવપરંપરા આપે છે. ધ્યાન અને કાર્યોત્સગનો પ્રસાદ અકે કાળે જે રાજમાર્ગ હતો, કાળબળે તે કેડી બની ગઈ. કેડી બની તો બની પણ તેના ઉપર ધૂળ વળી ગઈ, વપરાશ ઘટયો. એકલદોકલ વટેમાર્ગ એ કેડીને ટૂંઢતા ટૂંઢતા ચાલે છે તો ચાલે છે. એક સાદી વાત કરીએ તો વિભાવો અને વિકથાઓ આત્મદષ્ટિએ નિઃસાર છે. માટે તેમાં મનુષ્યભવની આયુષ્યમર્યાદાને અને વિશેષ શક્તિને ન ખરચવા, પણ જ્યાં છીએ ત્યાંથી ઉપર ઊઠવા માટે સહાયક રૂપે ખપમાં લેવા. - પૂ. પ્રદ્યુમ્નસૂરિજી અવચેતન ચિત્તના અંધારિયા ખૂણામાં અવધાન-હોશઅવેયરનેસ'નો શેરડો તાકવાનો અને તેના પ્રકાશમાં દેહ-મન-વચનથી ૧૮૨ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy