SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ તેમના ઈશ્વરીયરૂપો હતા. તેના પ્રસંગોને તેઓ પચાવતા પણ ચમત્કારનું રૂપ આપતાં નહિ. મોહનદાસથી માહાત્માનું રૂપાંતરણ આવા ગુણોથી થયું હતું. એ માહાત્માના આજે કયાંક પૂતળા મૂકી આપણે સંતોષ માનીએ છીએ અને મહાત્માના આત્મિક બળને, વિશ્વાસને તેમની સાથે વિદાય કર્યા છે? અંગ્રેજો પાસેથી સ્વરાજ લીધું અને તેમને પ્રેમથી વિદાય આપી. મૈત્રીભાવનાથી અંગ્રેજોને તેમના દેશ વિદાય કર્યા. આપણે હજી એ અંગ્રેજોના જીવનનું અનુકરણ ભૂલ્યા નથી. વાસ્તવિક મહામૂલું સ્વરાજ કયારે અપનાવશું ? ર૦. જાબાલ સત્યકામ મોટાભાગના મનુષ્યો સંયોગના ધક્કે જીવે છે. જીવનના ગૂઢ રહસ્યો સુધી પહોંચતો નથી. તેને તેવા સામર્થ્યવાન ગુરુતત્ત્વનો યોગ નથી. તેને માટે હૃદયમાં ઝંખના નથી. દુન્યવી શિક્ષણમાં કેવળ સુખ સંપત્તિ મેળવવામાં, યશકીર્તિ મેળવવામાં ગતાનુગતિ જીવન પૂર્ણ વિરામ પામે છે. જીવનનો મર્મ મૂળ શક્તિ કેવી રીતે પ્રગટે ? તેનું આ દષ્ટાંત શ્રદ્ધા પૂર્વક અપનાવજો. એ જંગલમાં એકાકી સ્ત્રી જીવન ગુજારતી હતી. તેને પોતાને ખબર ન હતી કે તેણે જે પુત્રને જન્મ આપ્યો છે તે કોનું બીજ છે? તે સ્ત્રીનું નામ જાબાલ હતું. બાળક દસેક વર્ષનો થયો અને જાબાલનું અવસાન થયું. તે સમયની જાતીયતાની પ્રથા ઘણી ચૂસ્ત હતી. જેના માતા-પિતાની જાતિ ખબર નથી તેને કોણ રાખે ? કોઈ આશ્રમમાં સ્થાન ન મળ્યું. તે જાબાલ તરીકે ઓળખાવા લાગ્યો. જાબાલને કોઈ જંગલના ભીલે બાણવિદ્યા શીખવી. જાબલ ભૂખ લાગે ત્યારે શિકાર કરી, તળાવે પાણી પી લે. ધરતીને ખોળે નિદ્રા લે. આવું જીવન જીવતો હતો. યુવાનીએ પ્રવેશ કર્યો પણ નિત્ય ક્રમ તો એ જ રહ્યો. એક દિવસ જંગલમાં ફરતા તે એક આશ્રમ નજીક આવ્યો. ત્યારે સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૫૧
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy