________________
છૂટે દેહાધ્યાસ તો, નહિ કતાં તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ'
- શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિ અનાદિનો આ દેહાધ્યાસ ગાવા લખવાથી છૂટતો નથી. કોઈ સદ્ગુરુના યોગે કે પૂર્વ આરાધનના બળે છૂટે છે.
મોહનદાસ-મહાત્મા બાપુએ જયારે નિર્ણય કર્યો કે દેશની આઝાદીની લડતમાં જીવન અર્પણ કરવું છે, ત્યારે તેમણે પ્રથમ તો રાજકોટના ઘરબાર માલમિલકત સમેટી લીધા અને અમદાવાદ આવ્યા. પત્ની, ત્રણ બાળકો અને પોતે પુણ્યયોગે કોચરબમાં શ્રી હરિવદનભાઈએ મકાન આપ્યું. તે આજે પણ કોચરબ આશ્રમ તરીકે મહાત્મા ગાંધીના સ્મારક તરીકે અસ્તિત્વ ધરાવે છે.
બાપુને કોઈ શ્રીમંતાઈની જરૂર નથી. સાદગી, સાધુની જેમ સાદગીથી જીવનનો પ્રારંભ કર્યો. પછી સાબરમતી આશ્રમનો પ્રારંભ થયો.
એકવાર આશ્રમમાં તમામ સામગ્રી પૂરી થઈ ગઈ. સાંજે શું ખાવું તે પણ પ્રશ્ન હતો. બાપુ જાણતા હતા. ભગવાન ભૂખ્યા નહિ સુવાડે. સૌ પોતાના નિયત કાર્યમાં લાગેલા હતા.
અચાનક આશ્રમની નજીક એક શ્રીમંત કારમાં જતા હતા. તેમને ભાવના થઈ કે પોતે કંઈ કરી શકતા નથી. આજે અવસર મળ્યો છે, એટલે પાકીટમાં જેટલી રકમ હતી તે લઈ આશ્રમમાં આવ્યા. બાપુ રેંટિયો કાંતતા હતા, ત્યાં ચૂપચાપ રકમની થપ્પી મૂકીને આવ્યા હતા તેમ ચાલી ગયા રકમ રૂા. ૧૩,૦૦૦ હતી.
બાપુએ પણ જાણે કંઈ બન્યું નથી તેમ વ્યવસ્થાપકને બોલાવીને રકમ સોંપી દીધી. તેને માટે કોઈ ચર્ચા નહિ. ચમત્કારનું રૂપ નહિ અગર તો બીજે દિવસે છાપામાં ચમત્કારે આવે કે બાપુ પાસે દેવી શક્તિરૂપે આવી રકમ આવી હતી. એવી પ્રસિદ્ધિનું મૂલ્ય શું?
બાપુ પરમાત્માના પરમ ભક્ત હતા રામ તો તેમના મુખમાં ગુંજ્યા કરતું હતું. તેઓએ વ્યક્તિ વિશેષરૂપે કોઈ પરમાત્માને મૂર્તિનો આકાર આપ્યો ન હતો. આવા તો કેટલાય બનાવો બનતા! બાપુ તેને સહજ ઘટનારૂપે સ્વીકારી લેતા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
પ0