________________
કલાક પૂજા કરવી. પછી ઉપાશ્રયે જઈને નવું ભણવું. સામાયિક સાથે, ઘરે આવી ભોજનથી પરવારી પાછા ઉપાશ્રયે કે ઘેર શાસ્ત્ર વાંચન કરવું, ચૌવિહાર કરી. રાત્રે કુટુંબ સાથે ધર્મ ચર્ચા કરવી. પ્રતિક્રમણ કરવા જવું. રાત્રે સાધુ મહાત્માની વૈયાવચ્ચ કરવી. પૂરી મસ્તીથી જીવન જીવવું. ગૃહસ્થ છતાં ત્યાગી. પછી તો લગભગ ઉપાશ્રયે રહેતા. જીવનમાં સચ્ચાઈ સરળતા, મૈત્રી પ્રેમ જીવદયા, ઉપકારક બુદ્ધિ. ગૃહમાં છતાં નિવૃત્ત જીવન છતાં સૌને આદર. કયાંય પ્રમાદ નહિ.
આહારાદિના નિયમને કારણે સીત્તેર વર્ષે પણ યુવાનની જેમ સાધના કરે છે. ઘણા કહે છે આખો દિવસ શું ધર્મ કરવો. લો આ દૃષ્ટાંત અને વિચારજો. જીવનની સાચી કમાણી કેવી રીતે કરવી !
૬૦. સંત શ્રદ્ધા જીવંત છે
*
એક યુવાનને વાંચવાનો ખૂબ શોખ, અનુક્રમે ધર્મના પુસ્તકો વાંચતો થયો. પૂર્વના પણ કોઈ સંસ્કાર હશે, ધર્મના પુસ્તક વાંચતા તેને સંસારનું વિરુપ, ધર્મનું સ્વરૂપ સમજાવા લાગ્યું. ધર્મના આચારની રુચિ થઈ.
એમાં શ્રી પર્યુષણ આવ્યા. વ્યાખ્યાન સાંભળે નાનું મોટું તપ કરે. તેના યુવાન મિત્રો તેની મશ્કરી કરે. હોટેલ વિગેરેનું પ્રલોભન આપે પણ દેઢ રહેતો. પછી તો તેણે શ્રાવક ધર્મી મિત્રોનો સહવાસ વધાર્યો.
હવે મિત્રોને બદલે સાધુ સંતોનો પરિચય વધાર્યો પછી તો શ્રાવકને ઉચિત અનુષ્ઠાનો કરતો થયો. તેની અંતરંગ અવસ્થા ત્યાગ તરફ ઢળતી ગઈ.
યુવાન હતો. માતાપિતાએ લગ્ન માટે આગ્રહ કર્યો. તેણે ધીરજથી માતા-પિતાને સમજાવ્યા તેની એ શ્રદ્ધા દઢ હતી. સંસાર એ કષાયનું, પાપનું ઘર છે તેમાં કોઈ આત્માનું ભલું થયું નથી. વળી પૂર્વના સંસ્કારો હશે તેથી દીક્ષાના ભાવ થયા. માતા-પિતાને સમજાવી દીક્ષા ગ્રહણ કરી.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૬