SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી હતો કે દુઃખી? એકવાર તે સજ્જન પુનઃ તે દેશ બાજુ ગયો. એણે ત્યાં બેઠેલા પક્ષીઓને કહ્યું કે તમારો મિત્ર પિંજરામાં બધુ હોવા છતાં દુઃખી રહે છે. આ સાંભળતા એક વૃદ્ધ પોપટ, ધડામ લઈને વૃક્ષ પરથી નીચે પડ્યો. સજ્જન બિચારો કહીને વિદાય થયો. દેશમાં જઈને પક્ષીની ભાષામાં તેમણે આ વાત કહી. આ સાંભળી પક્ષી પણ પાંજરામાં નિશ્ચત થઈને પડી ગયું. સજ્જન સમજયો કે તે આઘાતથી મરણ પામ્યું છે. તેથી પિંજરામાંથી કાઢીને બહાર મૂક્યું, પક્ષી ઊડી ગયું. તે વૃદ્ધ પક્ષીની ચેષ્ટાથી મર્મ સમજી ગયું હતું કે છૂટવું હોય તો આમ કરજે. આપણા સાધુ સંતોના જીવનની ચેષ્ટા આવી છે. સાધુને માનવ સમજે તો છૂટી જાય. માટે સાધુ સંતોના સંપર્કમાં રહેવું. સમય જોઈને સંસારમાંથી ત્વરિત પડતું મૂકવું. છૂટી જવું. - ૫૯. સાધક જીવનની ચર્ચા કરી તમારે જીવનમાં સાધનાનો ક્રમ ગોઠવવો છે? ધર્મનો ક્રમ એ જીવનની ઘરેડ નથી પણ જન્માંતરીય સંસ્કાર છે, પૂર્વના સંસ્કારનું અનુસંધાન છે. મુંબઈમાં રહેતા મનસુખલાલ, ગામડે પ્રાથમિક શિક્ષણ લીધેલું. મુંબઈ આવીને નાના સરખા ઘરમાં ગોઠવાઈ ગયો. કાપડનો ધંધો કરે સંતોષથી રહે. મુંબઈ પૂ. આચાર્ય ધર્મસૂરિજીના પરિચયમાં આવ્યા. ચાર રવિવાર પ્રતિક્રમણ, બેસણા, એવા સામાન્ય નિયમોથી જીવન શરૂ કર્યું. વ્યવસાય ચાલુ હતો. સમયનું વહેણ વહયું જાય છે. એક પુત્ર છે તે ભણીને કામે લાગી ગયો. મનસુખભાઈએ નિવૃત્તિ લેવા માંડી અને આચાર્યશ્રીના સંપર્કથી જીવનક્રમ ગોઠવી દીધો. સવારે ૪-૩૦ વાગે ઊઠવું. પ્રતિક્રમણ, ધ્યાન કરી, સવારના દેવદર્શન કરવા. (નવકારશી કરી) પૂજાપો લઈ એક સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૦૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy