SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદન કરવું. પ્રથમ સત્કર્મ તપાદિ કરવા પ્રયત્ન કરવો. આ સિદ્ધાંતો તાત્વિક છે, કલ્પના નથી. વળી જે કરતા હોય તેની ખામી ન કાઢતા, તેની અનુમોદના કરી અને પોતે તેવું કરવા પ્રયત્ન કરવો. જે કોઈ સાધના કરતા હોય તેને સહાયભૂત થવું. આગળની ભૂમિકાએ જવા આટલું કરો. દુષ્કૃત્ય ગહ-આગળ કરેલા પાપોનો પ્રશ્ચાતાપ સુકૃત્ય અનુમોદના, સારા કાર્યો કરવાના ભાવ. આવી સ્થિતિમાં ટકવા, અરિહંતાદિ ચાર શરણ તેમની ભક્તિ, શ્રદ્ધા વડે આજ્ઞાપાલન. આમ માનવ ભવને સાર્થક કરો. આ દ૯. સંન્યાસી પાસે શસ્ત્રો ન હોય સંન્યાસીનો અર્થ છે જેણે સંસારનો સંસારના કારણોનો ત્યાગ કર્યો છે. જ્ઞાનસ્વરૂપ આત્માને જાણ્યો છે. જે પરનો કર્તા કે ભોક્તા નથી. અરે ! બાહ્ય ક્રિયા કલાપીનો કર્તા નથી. તો પછી શરીરાદિનો કર્તા ક્યાંથી હોય? એ સર્વે નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. ઊંટ કાંટાવાળુ બાવળ ચાવે ત્યારે લોહી તેના મુખનું છે. એ સમજે છે બાવળની મીઠાશ છે. તેમ અજ્ઞાની સુખ આત્માનો ગુણ છે તે જાણતો નથી એટલે બાહ્ય પદાર્થોની અનુકૂળતાને સુખ માની વળગી રહે છે. જ્ઞાન, ધ્યાન, તપ, વિદ્વત્તા આ સર્વે આત્માની બાહ્ય અવસ્થાઓ છે. જીવ તેને પોતના માની એનો ભાર લઈને ફરે છે. એ સર્વે સહજ અવસ્થાને બોજ શા માટે બનાવવો ? જનકરાજા અંતઃપુરના સભાખંડમાં બેઠા છે. દરવાને ખબર આપ્યા કે કોઈ સંન્યાસી મળવા આવ્યા છે. જનકરાજા કહે તેમને કહો કે બધા શસ્ત્રો મૂકીને આવે, દરવાને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૨ ૧
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy