________________
૫. સતી સુંદરીનું સત્વ છે
આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહ
આદિમ તીર્થનાથંચ બદષભસ્વામિન તુમ સુંદરીના સતીત્વનો બોધ પામવા આપણે ચોથા આરાના પ્રારંભ કાળમાં જવું પડશે.
ચોથો આરો યુગલિકકાળની સમાપ્તિ થતા શરૂ થયો, ત્યારે પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ થયા. - યુગલિકકાળની સમાપ્તિ થવાથી, ઋષભ દેવને સુનંદા અને સુમંગલાથી ૪૮ પુત્રના જોડકા અને ભરત-સુંદરી તથા બાહુબલિ અને બ્રાહ્મીના જોડકા જન્મ્યા હતા.
તે કાળે પ્રથમ ચક્રવર્તી ભરતરાજા થયા. દરેક ચક્રવર્તીને ચૌદ રત્નોની પ્રાપ્તિ થાય છે. તેમની સ્ત્રી પણ સ્ત્રી રત્ન ગણાય છે.
ઋષભદેવ રાજાએ સો પુત્રોને રાજ્યની વહેચણી કરી સંસારનો ત્યાગ કર્યો, અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ સમયે ભરતરાજાને ચક્રવર્તી પદના ઉદયરૂપે આયુધ ઉત્પન્ન થયું, ભરતરાજા મહા વિવેકી હતા, તેમણે પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનને મહત્વ આપી, વંદન કરવા ચાલ્યા.
આયુધ શાળામાં આયુધની પૂજાવિધિ કરી, સ્થાપના કરી અને ભાવના કરી કે ચક્રવર્તી થઉં પછી સુંદરીને સ્ત્રીરત્ન તરીકે પદ આપીશ.
ભગવાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે બ્રાહ્મી અને સુંદરીએ મહાવ્રત લેવા ભરત રાજા હોવાથી તેમની રજા માંગવી જરૂરી હતી. ભરતરાજાએ બ્રાહ્મીને રજા આપી. પણ સુંદરીને સ્ત્રીરત્ન તરીકે સ્થાન આપવાના મનોરથ હોવાથી રજા આપી નહિ. સુંદરી તેમને ખૂબ પ્રિય હતી. ૧૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો