________________
સમ્યકત્વની શક્તિ
(મયણાની જીવનયાત્રા) કમળ કાદવના આધારે ઊગે, પાણીમાં તરતું રહે, સૂર્યનો પ્રકાશ ઝીલી પૂર્ણપણે પોતાના સૌંદર્યને પ્રગટ કરે, જીવોને આનંદ અને એક મહાન બોધ આપે, જો કોઈ અલગારી એ બોધને ઝીલે તો.
માનવ પૌદ્ગલિકમય અશુચિ પદાર્થોને ગ્રહણ કરી જન્મ લે છે. સંસ્કારરૂપી જળથી વિકાસ પામે છે. પણ જો પુણ્યવંતો હોય તો કોઈ સપુરુષનો સંયોગ મળે છે. ત્યારે તેના પૌગલિક અશુચિ દેહમાં રહેલુ ચૈતન્યનું સૌંદર્ય વિકાસ પામે છે. પુનઃ એવા યોગ મળે છે.
મયણા સુંદરીનું શિક્ષણ સદ્ગુરુના યોગે થયું હતું. જેમાં જીવનની વાસ્તવિકતાની શ્રદ્ધા હતી. તે શ્રદ્ધા બળે તે પિતાને કહી શકી કે સર્વ જીવો પોતાના કરેલા કર્મ પ્રમાણે સુખ દુઃખ પામે છે. કોઈ કોઈને સુખ કે દુઃખ આપી શકતું નથી.
પિતાએ રોષમાં કોઢિયા સાથે લગ્ન કરાવ્યા પણ આશ્ચર્ય એ હતું કે સંસ્કાર પામેલી મયણા જયારે કોઢિયા સાથે ઉભી રહી ત્યારે.
મયણા મુખ ન પાલટે કેવળીને જોયું તે હોય રે.' | પિતા પ્રત્યે રોષ નહિ, કોઢિયા પતિ પ્રત્યે દ્વેષ નહિ. સંસ્કાર સંયોગનો સ્વીકાર કરાવ્યો. તેમાં સમક્તિના ગુણની શક્તિ હતી. મયણાના આ શ્રદ્ધાબળે તેનું ઢંકાયેલું પુણ્ય જાગૃત થયું. અને એક પછી એક સંયોગો સુખરૂપ મળતા થયા.
આ સમક્તિના ગુણનું શ્રદ્ધાબળ કેવું! કે મયણાનું ચિત્ત જરા પણ ક્ષુબ્ધ ન થતાં શ્રદ્ધાબળને પ્રેરતું રહ્યું. અને એક પછી એક ઉપાય સામે આવી મળ્યા. શુભનો ઉદય પણ શુભથી જ વિકસે છે ને અશુભ શુભમાં પલટાય છે.
શ્રીપાળ આયંબિલ તપના શ્રદ્ધાયુક્ત આરાધન વડે દેહથી નિરોગી થયો. ભાવથી ગુણવાન બન્યો.
શ્રીપાળના પરદેશ ગમનની સફળતા આ નવપદની ભાવના હતી. મયણા સુંદરીનું જીવન પણ એ આરાધનાથી ઉજ્જવળ હતું. ગુણનો પરિપાક વૃદ્ધિ પામતો હતો. ૭૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો