SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તમે કહો તો મૂંગામંતર, તમે કહો તો વદીએ, અણગમતું જો લાગે તમને, કામ ન કરવું કદીએ, તમે રીઝો તો મન મોજમાં, નહિ તો રહે ઉચાટ, તમે કહો તો રાજ તમારું, તમે કહો તો પાટ, સાવ કહો તો કોરો કાગળ, કશું નવ વંચાય, તમે આવી અક્ષર પાડો, તો ક્ષણમાં ઝળહળ થાય, તમે આવીને પગલાં પાડો, શણગારી છે વાટ, તમને સોંપી દીધી અમારી જાત, અમે અઘાટ.’ પ્રભુ ! ઘાટ ઘડો અને તમારી કાંખમાં લો, ક્યાં સુધી આભ્રમણ? .. ૨૨. પ્રભુભક્તિની મસ્તી ‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.’’ નરસિંહભક્ત પૂર્વનો પ્રભુ પ્રેમ લઈને જ જન્મ્યા હતા. ત્યાં ભક્તિને કેળવવાની શું હોય ? વય વધતી ગઈ ભક્તિ રસ જામતો ગયો. જગતના સોના ચાંદી મેળવવાના અભરખા ન હતાં. સતત એક જ રટણ હતું. હરિ તારા વિના મારા નયન ભીના કોણ લૂછે ? ભક્તિ કેવી! કોઈ પણ પ્રસંગ હોય ભક્ત કેવળ પ્રસંગમાં ઓતઃપ્રોત ન હોય, પરંતુ હરિરસ પીતા હોય. ભગવાન એવી પવિત્રતાથી પ્રસન્ન થાય. વ્યક્તિ બધો જ રસ સંસારને આપે પછી તેની પાસે બચે શું ? પછી હિર કેવી રીતે પ્રસન્ન થાય ? અર્થાત્ જીવને શાંતિ કયાંથી મળે ? જો જીવના ભાવ શુદ્ધ હશે તો કુદરત પણ અનુકૂળ થશે, જેને ભક્તની ભાષામાં કહેવાય ‘ભગવાન પ્રસન્ન થયા.’ નરસિંહ મહેતાની દીકરી વીરબાઈનું સીમંત હતું. તે પ્રસંગે મહેતાને મામેરુ લઈને જવાનું હતું. વીરબાઈના સાસરિયા જાણતા હતા કે તેના પિતા ગરીબ છે. મામેરું કયાંથી કરશે. વીરબાઈને મહેણાં સાંભળવા પડે છે. ૪૪ મહેતાને ખબર મળ્યા, અને કહેવરાવ્યું કે મામેરું લઈને આવીએ છીએ. મહેતા તો સાજન લઈને ઉપડયા. સાજનમાં કોણ હોય ? મંજીરા વગાડવાવાળા અને ભજન ગાવાવાળા ભક્તો, સાધુ બાવા. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy