SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આહારપાણીનો ત્યાગ કર્યો છે. મનમાં પક્ષીઓ પ્રત્યે મૈત્રીભાવના કરી રહ્યા છે. ત્રણ દિવસ પછી પક્ષીઓ આવવા લાગ્યા તેમની પવિત્ર ભાવનાથી નિશ્ચિત થઈ ચણવા લાગ્યા. તેમના ખભે, માથે બેસવા લાગ્યા. તુકારામના હૈયામાં પણ મૈત્રીભાવનું ઝરણું વહેતું થયું. પ્રસન્ન થયા. ત્રણ દિવસ સહજ આહાર પાણીનો ત્યાગ કર્યો આ ભાવના આકાર કરી. આથી જીવપ્રેમ સહજ પ્રગટ થયો. માનવની પાસે આવી તો કેટલીયે શક્તિઓ છે. તેને સમયોચિત પ્રગટ થવા દે તો જીવ તે ગુણોના પૂર્ણ વિકાસ વડે પૂર્ણતા પામે છે. આપણે આ શક્તિઓ વિકસાવવાની છે. આ ૨૧. સમર્પણ કયાં ? પ્રભુભક્તિનો પૂજાપો તો કેવો? ચાંદી-સોનાની થાળી, વાટકી, મોંધુ સુખડ, કેસર, અન્ય બધી જ સામગ્રી પૂરી ઉચ્ચ સાધનોની. સાધક શ્રીમંત છે, સામગ્રીમાં તે પ્રગટે છે. તેના ભાવ સારા છે. પણ સાધકે સામગ્રી દ્વારા સારા ભાવ કરીને પુણ્યની આશામાં અટકવાનું નથી. તમારી કસોટી કોઈવાર થઈ છે? તમારી સામગ્રી તમારી પાસે પડી છે. તમે ભાવપૂજા કરી રહ્યા છો. સ્વામી તુમે કંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું.” સાહેબજી પૂછતાં ચિત્તડું લઈને જાવ છો ? કે પેલી સામગ્રી જોવામાં રોકાયેલું છે. તમે તો ગાવ છો, ભાવના કરો છો સ્વામી તુમે કંઈ કામણ કીધું. અને કોઈએ થાળી ઊપાડી, ઊપાડી તેનો વાંધો નથી જો તે દહેરાસરની હોય તો, પણ આતો સોનાની હતી, મારી હતી. એ ભાઈ ! થાળી મારી છે, ભગવાન મારા છે ને? ચિત્તડું તો તમે આપ્યું છે. પછી બીજુ ચિત્ત ક્યાંથી આવ્યું ? થાળીમાં ગયું? લાલજી કાનપરિયાએ સરસ ભાવના કરી છે. “તમે કહો તો રાજ તમારું, તમે કહો તો પાટ; તમને સૌથી દીધી અમારી જાત, અમે અઘાટ, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૪૩
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy