SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યો, મણિપ્રભ બૂઝયો. તેણે મનદરેખાને પૂછયું તારી શું ઈચ્છા છે. તેણે કહ્યું પ્રથમ મને પદ્મરથ રાજા પાસે પહોચાડો. ત્યાં પુત્રને જોઈને પછી હું વ્રત લઈશ. મોક્ષ માર્ગની આરાધના કરું. વિધાધરે તેને પઘરથરાજાના રાજ્યમાં પહોંચાડી મદનરેખાએ પુત્ર જોઈ લીધો પછી સંયમ ગ્રહણ કર્યો. પધરથે બાળકનું નામ નમિ પાડયું હતું આ બાજુ યુગબાહુના પુત્ર ચંદ્રયશાનો સામંતોએ રાજ્યાભિષેક કરીને રાજ્ય સોંપ્યું હતું. બંને સુખેથી રાજ્ય કરતા હતા. એકવાર નમિરાજાનો હાથી સ્તંભ તોડી ભાગ્યો અને ચંદ્રયશાના રાજ્યમાં પહોંચ્યો. નમિરાજાએ તે હાથી ને પાછો આપવા ચંદ્રયશાને કહેવડાવ્યું પણ ચંદ્રયશાએ સોંપ્યો નહિ. આથી બંને યુદ્ધ કરવા તૈયાર થયા. તે બંનેને ખબર નથી કે બંને ભાઈઓ છે. મદનરેખા સાધ્વી થઈ હતી તેનું નામ સુવ્રતા હતું, તેને આયુદ્ધની ખબર પડી. તેણે બંને ભાઈઓને સમજાવી યુદ્ધ બંધ રખાવ્યું. આખરે ચંદ્રયશા સંયમ માર્ગે વળ્યા. હવે મિથિલા નગરીમાં નમિ રાજર્ષિ સુખેથી રાજ્ય કરે છે. સુખપૂર્વક કાળ અવિરત ગતિએ વહ્યો જાય છે. એકવાર તેમના શરીરે અતિશય દાહજવર થયો. હકીમોના ઉપાય કારગત ન થયા. મંત્રીઓ સેવકો ચિંતિત થઈ ગયા છે. સેવકો રાણીઓ ચંદન ઘસી રહ્યા છે. રાજાના શરીરે ચંદનનો લેપ થઈ રહ્યો છે. રાણીઓના ચંદન ઘસવાથી હાથે પહેરેલા કંકણોનો અવાજ આવે છે. રાજા દાહજવરની પીડાને કારણે કંકણોનો અવાજ ખમી શકયા નહિ. તેમણે કહ્યું આ અવાજ બંધ કરો. મંત્રીએ કહ્યું એ અવાજ રાણીઓના કંકણનો છે. જે અવાજ સુખમાં મધુર લાગતો હતો તે જ અવાજ આજે રાજાને દુઃખદાયક લાગ્યો. દરેક રાણીઓએ સૌભાગ્યનું એક કંકણ રાખી બીજા ઉતારી નાખ્યા, કંકણનો અવાજ બંધ થયો. વળી રાજાને થયું શું ચંદન ઘસવાનું બંધ કર્યું છે? મંત્રી-રાજાજી ! રાણીઓએ હવે સૌભાગ્યનું એક જ કંકણ રાખ્યું છે. ચંદન ઘસવાનું ચાલુ છે. રાજા વિચારે છે એક જ કંકણ? એકમાં જ સુખ છે, હું તો કેટલા સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૧૮
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy