________________
તેમાં વીતરાગતા જુએ છે. આવી આ ગહનતા કોઈ ભક્તયોગી જ સમજી શકે ને ?
ભોગી છતાં યોગી-વૈભવ છતાં વીતરાગી ?
આપનું જીવન મૂર્તિમાં સાકાર થયું હોવાથી ભક્ત તેમાંથી ભાવને ઝીલી પોતાના સ્વરૂપના મહિમાને ઓળખે છે. જિન પ્રતિમા આ શીખવે છે.
દીઠો સુવિધિ જિણંદ સમાધિ રસે ભર્યો હો લાલ, ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યાં હો લાલ, સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યાં હો લાલ, સત્તા સાધન ભણી એ સંચર્યાં હો લાલ. આપની મુખમુદ્રા જોઈને પ્રભુ ગજબ થયો. સમાધિથી ભરપૂર મુખમુદ્રા જોઈને મને વિસરાઈ ગયેલું મારું સ્વરૂપ સાંભરી આવ્યું કે અહો ! હું પણ આવો જ છું. તમારી સમાધિ રસથી ભરપૂર મુદ્રાએ ગજબનો જાદુ કર્યો. સ્વરૂપનું સ્મરણ થતાં મારો પુરાણો વિભાવ જનિત સંસ્કાર અગ્નિ પર ઘી ઓગળે તેમ ઓગળવા માંડયો અને જે વિસ્મૃત થયેલો તે સ્વભાવ પ્રગટ થવા માંડયો.
ભાવભીના તમારા દર્શનનું આ પ્રભુત્વ છે. દર્શનથી દર્શન પ્રગટે, દીવાથી દીવો પ્રગટે તેમ પ્રભુ આશ્ચર્યજનિત ઘટના ઘટી છે. પછી તો પ્રભુ મારા રોમરોમ તારા સ્પર્શથી પુલક્તિ થયા છે.
આવી ભક્તિ સાધકની કયારે જીવંત બને ? પૂર્વનું બળવાન આરાધનપણું, પાર્થિવ જગતના સાધનોમાં સુખ નથી તેવી દૃઢ ભાવના, સુખ અંતરની પવિત્રતામાં રહેલું છે. જડ અને ચૈતન્ય સ્વભાવથી જુદા છે. આવો અનુભવનો પ્રકાશ થયો હોય.
‘એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો, જડથી ઉદાસી જેની આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.’’
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
-
શ્રીમદ્ રાજચંદ્ર
૭૧