________________
તેજવાળો મણિ કીમતી છે, તે વાળંદને સમજાયું, તો પછી જોગીએ માટીમાં કેમ ધરબાવી દીધો હશે? શું તેમની પાસે આનાથી પણ વધુ કીમતી વસ્તુ હશે? તે મણિને પાછો માટીમાં ઢાંકી જોગીની પાસે બેઠો.
થોડીવારમાં એક ઘટના થઈ જોગીની પવિત્રતાના સ્પર્શમાં વાળંદ, પોતાનું દૈહિક અસ્તિત્વ ભૂલી ગયો. તેનો આંતરિક મણિ ચમકવા લાગ્યો. તેણે વિચાર્યું કે કીમતી મણિને માટીમાં ઢાંક્યો છે તો તેમની પાસે બીજી કીમતી વસ્તુ હોવી જોઈએ તે જોગી પાસે પાછો આવ્યો. તેની જ્ઞાનશક્તિ પ્રગટ થઈ સંસારની વાસનાઓ છૂટી ગઈ તેણે પોતાનો સામાન જમીનમાં દાટી દીધો અને જોગી પાસે દીક્ષિત થયો. સંસાર છૂટી ગયો દેહભાવનું અહં દૂર થયું.
પવિત્ર આત્માઓનું આભામંડળ અદ્ભુત રીતે પવિત્ર હોય છે. તેના સાનિધ્યમાં જનારને તે સ્પર્શે છે. અને જો ઝીલાય છે તો તેનો સંસાર છૂટી જાય છે.
બુદ્ધિમાન લોકોને પ્રશ્ન થાય છે, આવા જોગી બેસી રહે છે તેને બદલે કામ કરતા હોય તો? અરે ભાઈ! આ જ તો તેમનું કામ છે. દૈહિક રોમે રોમે નિર્વિકારી બનવું. તેમાં છૂપાયેલી આત્મશક્તિ પ્રગટ કરવી. જે સ્વયં કાર્યકારી છે. તેના સંપર્કમાં આવનાર જીવની અદશ્ય શક્તિ પ્રગટ થાય છે. આ શક્તિઓ જગતના કેટલાયે દુષ્ટ તત્ત્વોને દૂર કરે છે. એ છૂપું રહસ્ય પણ કોઈ પારખું માનવને જ સમજાય છે. આવા જોગી જયાં ત્યાં મળતા નથી, પૂરી જિજ્ઞાસાથી શોધવા પડે છે.
. ૧૦. જીવંત શ્રદ્ધા છે
બુદ્ધિપ્રધાન યુગનું મહત્ત્વ સ્વીકારીને જીવતા માનવીને શ્રદ્ધાવાન જેવું સુખ કયાંથી મળે? કારણ બુદ્ધિ નિરંતર પલટાતી હોય છે. શ્રદ્ધા સ્થાયી બળ છે તેનું નિદાન-પ્રદાન સુખ છે. ગુપ્ત રહસ્ય છે.
મોગલ સામ્રાજયના સમયની આ ઘટના છે. અમીરખાન પડોશના એક દેશમાં વજીર હતા. સંતસેવી જીવન એટલે સત્ત્વ અને સહુને
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૬