SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ " રામ સભામાં અમે રમવાને ગ્યાતા, પસલી ભરીને રસ પીધો રે.'' (અમૃત) ૦૮. નિસ્વાર્થ દીર્ઘદૃષ્ટિ કયાંક વાંચેલું અત્રે ઉષ્કૃત કર્યું છે, તે વ્યક્તિનું ક્ષેત્ર કઈ સાત્ત્વિક કે તાત્ત્વિક ન હતું. ફિલ્મ જગત એમનું ક્ષેત્ર. તે એલેક ગિનેસ સિનેમા જગતમાં વિખ્યાત હતા. તેની પાછળ યુવા પેઢી તો ગાંડી હતી. તેના પાત્રવાળી એ સિનેમા રજૂ કરનાર તો અઢળક ધન કમાયો. એલેકની આ ખ્યાતિ સાંભળી દારૂનો મોટો વેપારી તેમની પાસે આવ્યો. અને પોતાની દરખાસ્ત મૂકી કે તમે મારી કંપનીના દારૂની જાહેરાત માટે એક પોઝ આપો તમને કરોડ રૂપિયા આપું. તમારે ફકત એક દારૂની પ્યાલી હોઠે અડાડીને પછી અને લિજ્જતવાળો પોઝ આપવાનો છે. તમારે ફકત પાંચ મિનિટ આપવાની છે. અને તેમાં પરિશ્રમ નથી. છતાં કરોડો રૂપિયા મળવાના છે. ઍલૅક ગિનેસે નમ્રતાપૂર્વક પણ મક્કમપણે કહ્યું કે હું સિનેમા જગતમાં કામ કરું છું પણ દારૂ પીતો નથી. નશો નાશને નોતરે છે. એવો નશાયુક્ત ચહેરો બતાવી લાખો યુવક યુવતીઓના જીવન બરબાદ કરવાનું બદનામ કામ મને ખપતું નથી. ધન તો મૂકીને જવાનો છું. પણ લાખો યુવક યુવતીઓના જીવનની બરબાદીનું કલંક મારે માથે ચોંટાડવું નથી. તમે ફરી મારી પાસે આવવાનો પ્રયત્ન કરતા નહીં. આમ તો સિનેમા જગતનો માનવ, ધન સંપત્તિનો લાલચુ હોય છતાં આ માનવ તો ભાવિ પેઢીનો હિત ચિંતક. આજે સિનેમા જગતમાં કેટલાયે અભિનેતા આવું ઘોર પાપ ધનના લોભે કરતા હોય છે. તેમના માટે વિચારવા જેવું આ કથન છે. પરંતુ ધનના લોભે પરહિત ચિંતક તો જાણે કોઈ જૂના યુગની નગણ્ય પ્રણાલી છે તેમ માની તેઓ ઘોર દુષ્કૃત્ય કરી રહ્યા છે. કુદરત સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૩૯
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy