SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ એક એક, આયંબિલ તપથી ૧૦૧ ઓળી, સળંગ આયંબિલ ૮૨૫૫૦૦ અઠ્ઠાઈ ૧૫૦, છઠ્ઠ ૨૦૦. ઉપધાન, નવ્વાણું, નવકારના નવ લાખ જાપ, આ જ વર્ષોમાં બનેલી આ હકીકત છે. તપ વગરનો દિવસ તેમના જીવનમાં હતો નહિ. આ હકીકત તદ્ન સત્ય છે. અહીં એક દૃષ્ટાંત, આપ્યું છે. આવા તપ આરાધકો બીજા પણ છે. ધન્ય છે તેમના જીવનને. તપ એ કર્મ નિર્જરાનું કારણ છે. તપ કર્મને તપાવે છે. “ઈચ્છા નિરોધ તપ, તપસા નિર્જરાચ.” -તત્ત્વાર્થ સૂત્ર - ૬૨. સંતોની નિઃસ્પૃહતા. વિશ્વમાં કોઈ પણ ખૂણે વસતા સત્ય પરાયણ યોગીના જીવનમાં નિઃસ્પૃહતા, સહજતા, પરમસંતોષ જેવા ગુણો માનવને સાચો રાહ બતાવે છે. કથંચિત એવું બને કે આજના યુવાનો ધન સંપત્તિની લાલચમાં ભરમાઈ જીવનની બરબાદી કરે છે. કુમાર્ગે જઈ અન્ય ભોળાજનોને કે સ્વાર્થી અણસમજુ જીવોને અસત્ માર્ગે દોરી સ્વપર અહિત કરે છે. સાચા સાધકે પોતે પણ લોભ લાલચમાં ન ફસાતા વિવેકપૂર્વક સાચા સંતના પરિચયમાં રહેવું. કોઈપણ પ્રકારની લાલચથી ભરમાઈ સ્વપર અહિત ન કરવું. દોરા ધાગા કે ચમત્કારોમાં અટવાઈ ન જવું. એક સંત નગરથી દૂર ઝૂંપડીમાં રહેતા, બીજી કોડ વસ્ત્રો, આહારના બે પાત્રો, પાણીનો જૂનો ઘડો, રાત્રે સૂવાનો ધાબળો ઓછો આતો ઘણું થયું. એકવાર ભૂલો પડેલો રાજા ઝૂંપડી પાસે આવ્યો. અતિ વર્ષાને કારણે આગળ જવાય તેવું નહોતું. રાજાને ત્યાં રોકાવું પડયું. અંતે પોતાનો ધાબળો પાથરી આપ્યો, પાણી પાયું. પછી કહે તમે નિરાંતે સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૦૮
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy