________________
મુનિ જંબૂવિજ્યજી તમે પોતે જ ? પધારો પધારો. મુનિ તો એ જ નિખાલસતાથી ઊભા હતા. પ્રોફેસર તો ખૂબ પ્રસન્ન થયા, આવા મહાન ગ્રંથના સંપાદનનો મેળાપ કયાંથી !
તેમણે કહ્યું જયારથી એ ગ્રંથ વાંચ્યો ત્યારથી આપના દર્શનની ભાવના હતી. આજે આપ જાતે જ આવ્યા. જાણે સોનાનો સૂરજ ઊગ્યો.
પ્રોફેસરે પોતાના સહાયકને સૂચના આપી બધા જ કાર્યક્રમો રદ કરો. અને વારાણસીના બધા જ વિદ્વાન પંડિતોને સમાચાર આપો. કે મુનિ જંબૂવિજ્યજી અને પધાર્યા છે. સૌ સત્સંગ માટે પધારો.
થોડીવારમાં દર્શનશાસ્ત્રોના મોટા વિદ્વાનો પંડિતો આવી પહોંચ્યા. દર્શનશાસ્ત્રોની ગહન ચર્ચાઓ થઈ. જયાં જયાં ગૂંચ લાગી ત્યાં મુનિશ્રીએ સરળતાથી ઉકેલ બતાવ્યા. સ્યાદ્વાદની સાચી સમજ મળવાથી સૌ ખુશ થયા.
મુનિ પણ ખૂબ પ્રસન્ન થયા. પ્રથમની વાત તો વિસારે પડી. કેવી નિખાલસતા? ભારતના પ્રકાંડ મુનિ છતાં કોઈ આડંબર નહિ.
નિર્મળ રોહણ ગુણમણિ ભૂધરા મુનિજન માનસ હંસ ધન્યનગરી ધન્ય વેળા ઘડી માતાપિતા કુલવંશ.
- ૪૯. બહુ રત્ના વસુંધરા ,
વિજાપુરમાં જન્મ્યા, ભણતર મુંબઈ. ઘડતર પૂજ્ય શ્રી ભુવનભાનુસૂરિજીની નિશ્રામાં, ઘડપણ ધોળકાગામની ભૂમિ. સગપણમૈત્રી, “આત્મવત્ સર્વભૂતેષુ” સમગ્ર વિશ્વ. યુવાનોને અનુમોદનીય. આ એક જીવન ગાથા છે. ગુણાત્મક આત્મ શક્તિનો આવિર્ભાવ છે.
વર્ષો પહેલાની વાત છે. યૌવનકાળમાં તેઓ ઉપસ્થિત હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં અચલગઢ આધ્યાત્મિક શિક્ષણની શિબિરમાં અચાનક રાત્રે ૧૨-૩૦ વાગે, ઝડપી વાવાઝોડું ફૂંકાયું. વરસાદ વરસવા લાગ્યો. યુવાનને અંતઃ પ્રેરણા થઈ આ આફત ૮૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો