SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાછ મન નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે સમદષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે વૈષ્ણવજન તો તેને કહીએ... ર૩. પુણ્ય સ્વયં જાગે છે (ભીમો કુંડલીયો) સત્કાર્યોના નિમિત્તે, ધર્મ ક્રિયાઓને નિમિત્તે, બાહ્ય ભક્તિ જેવા કાર્યોના નિમિત્તે શુભભાવ થવાથી પુણ્ય થાય છે. માનવજીવનનું કાર્ય પુણ્યથી પૂરું નથી થતું. ત્યાગ, વૈરાગ્ય, પવિત્રતા, નિસ્પૃહતા જેવા ગુણોથી વિકાસ પામે છે, મુક્તિની પાત્રતા કેળવાય છે. આવા ગુણો સત્પુરુષના યોગે અને બોધે કેળવાય છે. નહિ તો તેવા કાર્યોનિમિત્તે માન, કીર્તિ જેવા ભાવો શુદ્ધતા સુધી તો ન પહોંચે પણ શુભભાવને પણ ટકાવતા નથી. આ એક ગૂઢ રહસ્ય છે. સામાન્ય માનવની સમજ બહારનું છે. કોઈ ઉચ્ચ સાધક જ આ રહસ્યને પામે છે. હૃદયની એવી શુદ્ધ ભાવના જીવનને ઉન્નત બનાવે છે. પુણ્યયોગને ખેંચી લાવે છે. પ્રસંગ જાણીતો છે રહસ્ય સમજવું છે. પેથડશા શ્રાવકના સમયનો પ્રસંગ છે. પેથડશા શત્રુંજયતીર્થનો સંઘ લઈને પહોંચ્યા છે. માળાનો ચઢાવો બોલાય છે. લાખોની રકમના ચઢાવા ચાલે છે. એ પ્રસંગે ગામનો એક ટંક ભીમો કે જેની રોજની આમદની સાત દેમ હતી. જે વડે તે એકવાર ભોજન ખાઈ ગુજરાન ચલાવતો ૪૬ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy