SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. એટલે ભૌતિક સામગ્રી પુણ્યબળે મળેલી છે. તેને ભોગવવામાં સુખ માને છે. સૂર્યમણિ ગોખમાં પડયો છે. તેનું કાર્ય પ્રકાશ આપવાનું છે. છતાં અંધારું કેમ ? ઓરડામાં પ્રકાશ કેમ નથી. ભાઈ ! એ મણિ પર જાડા કપડાનું આવરણ છે. સૂર્યમણિ તો કપડાની નીચે ઝળહળતો છે, પણ આવરણ કારણે પ્રકાશિત નથી. કપડું કાઢી નાંખો, ઓરડો ઝગમગ થઈ જશે. પ્રશ્ન થાય છે આત્મામાં સુખ છે તે કેમ અનુભવમાં આવતું નથી. ઈન્દ્રિયોના માધ્યમથી પુણ્યોથી મળતી અનુકૂળતા તે સુખ નથી. જો તેમાં સુખ હોય તો શબની સામે સુંદર દૃશ્ય ધરો સુખ કેમ મળતું નથી. એટલે સુખગુણ આત્માનો છે તે આત્મજ્ઞાન વડે અનુભવમાં આવે, આત્માને આડે મોહનું જાડું (અનંતાનુબંધીનું) આવરણ છે, તેથી જીવ પદાર્થો અને ઈન્દ્રિયોના મેળમાં અનુકૂળતાને સુખ માને છે. પ્રતિકૂળતામાં દુઃખ માને છે. ઓછી ઓછી જિંદગીને ઝાઝીરે ઉપાધિ, મેળવવી કયાં જઈ સુખની સમાધિ ? શોધું છું રાતદિન સુખ કયાં સમાણું ? મળતું મનગમતું તોયે મન ના ધરાણું ? તૃષ્ણાના તારે તારે જીવન વીંટાયું ત્યારે વધી ગઈ ઉપાધિ, મેળવવી કયાં જઈ સુખની સમાધિ''? કોઈ સંતોના સમાગમે આત્મામાં શોધ જરૂર પ્રાપ્ત થશે. ૬૦. એકત્વ ભાવનાથી બોધ સતી મદનરેખા તથા નમિરાજર્ષિનો સંસાર ત્યાગ. સુદર્શન નામના નગરમાં મણિરથ નામનો રાજા હતો તેનો નાનો ભાઈ યુગબાહુ હતો. તેને મદનરેખા નામે અતિ સુંદર પત્ની હતી. મણિરથ રાજા કામનેવશ મદનરેખા પ્રત્યે આકર્ષાયો એટલે તેણે અનેક પેરવી સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૧૬
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy