SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પાપઃ જીવના અશુભભાવથી પાપ બંધાય તેથી દુઃખ પડે. (૫) આસવઃ મિથ્યાત્વાદિથી કર્મો આવે, પુણ્ય, પાપ બંને આસ્રવ છે. (૬) સંવરઃ ભાવનાઓ, ગુણ ચિંતન જેવા નિમિત્તોથી આવતા કર્મો રોકાય તે સંવર, રાગાદિ રોકાય તે ભાવ સંવર છે. (૭) નિર્જરાઃ જૂના કર્મો જે બંધાયા છે તે તપાદિથી નિર્જરા પામે. (૮) બંધ ઃ જીવ સ્વભાવે મુક્ત છે. વિભાવથી કર્મબંધ થાય છે. (૯) મોક્ષ : જીવ સ્વયં મોક્ષ સ્વરૂપ છે. શુદ્ધ ભાવથી કર્મોનો ક્ષય થવાથી જીવ મુક્તિ પામે તે મોક્ષ. લગભગ પંદર વીસ મિનિટમાં આટલું સમજાવીને કહે આ પ્રમાણે સરળ રીતે સમજાવજો. મને એક પાઠમાં કેટલું આવડે? પણ સમય ન હતો. બીજે દિવસે અમે વહેલા નીકળવાના હતા. વળી નજીકના દિવસોમાં નાઈરોબી જવાનું હતું. પરંતુ સાહેબની શુભાશિષ, કૃપા, કહો, લબ્ધિ કહો. એ પુસ્તક ત્રણેકવાર વાંચ્યું અને બધા પાઠ આવડી ગયા. પછી તો ૩૦૦ પુસ્તકો લઈને નાઈરોબી ગયા. વર્ગની જેમ નવતત્ત્વના પાઠ કરાવવા માંડયા. સાહેબજીનું પુસ્તક સરળ ભાષામાં હતું. તેમણે સ્વમુખે પાઠ કરાવ્યો તેની લબ્ધિ કહો. (ત્યારે એની ગમ ન હતી પણ પાઠ આવડી ગયા હતા તેથી આજે તેવું સમજાય છે.) અમને સૌને યોગ્યતા પ્રમાણે ફળશ્રુતિતો થઈ જ. તે લંડન, અમેરિકા, નાઈરોબી પ્રચાર પામી. પછી તો હાલ્યું. પૂ. આ. ભંદ્રકરજીની પાસે જવાનું થતું તે કહે તમે નવતત્ત્વ હજી પણ સરળશૈલીમાં લખો. લખ્યું, તેઓશ્રીએ જોયું છપાવવાની આજ્ઞા આપી. હજાર હજાર નકલોની દસ આવૃતિ થઈ પછી તો લંડન એમરિકામાં ૨૦/રપ વર્ષ નવતત્ત્વની રમઝટ ચાલી ઘણા સત્સંગીઓએ લાભ લીધો. અમેરિકામાં મળેલી સત્સંગની ભેટ તે પરિમલને કેમ ભૂલાય? ૧૯૯૦માં સંયોગાધીને અમેરીકાના લોસએન્જલિસ શહેરમાં ચારમાસ માટે જવાનું થયું. શ્રી મણીભાઈ મેહતાનો પરિચય થયો. તેમણે સેન્ટરમાં મારા પ્રવચનોની વ્યવસ્થા કરી. મારા નિવાસથી પ્રવચન માટેનું સ્થળ પાંત્રીસ માઈલ દૂર હતું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૭૯
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy