________________
- ૮૨. યોગીની નિર્ભયતા
સિકંદર મહા પરાક્રમી હતો. તેની પાસે રાજ્ય તો મોટું હતું પણ રાજ્ય વિસ્તારની લાલસા એનાથી મોટી હતી. એટલે તે યુદ્ધ નીકળ્યો. ઘણી બહાદુરીથી ત્રણ પૃથ્વી જીત્યો. અઢળક ધન, ઝવેરાત મેળવ્યું, તે લઈને પોતાને દેશ જવા નીકળ્યો. પોતાની જીતના પરાક્રમને વાગોળતો અહંકારમાં તે જંગલમાંથી પસાર થતો હતો..
માર્ગમાં તુર્કસ્તાનના રાજા તેના સત્કાર માટે ભેટ સોગાદ લઈને સામે આવ્યો. તે સિકંદરને પોતાના રાજ્યમાં લઈ ગયો. ભોજન સમયે અનેક રસવતી સામગ્રીઓ પીરસવામાં આવી, પણ સિકંદરની સોનાની થાળીમાં ઝવેરાત પીરસવામાં આવ્યું. બાજુમાં જ તુર્કસ્તાનના રાજાની બેઠક હતી. સિકંદરે તેની સામે જોયું. આ શું? આહારની થાળીમાં ઝવેરાત? તેણે રાજા સામે જોયું.
તુર્કસ્તાનના રાજાએ નીડરતાથી છતાં વિનયપૂર્વક કહ્યું કે આપ ત્રણ પૃથ્વી જીતીને શું લઈને જઈ રહ્યા છો? કેટલો મોટો સંહાર કરી છેવટે સાથે તો ઝવેરાત જ લઈને જાવ છો ને? તેથી આપની થાળીમાં આહારની જગાએ ઝવેરાત મૂક્યું છે. માફ કરજો, જે પૃથ્વીને જીત્યા તેતો અહીં જ રહેશે. ઝવેરાત પણ સાથે નહિ આવે તો મેળવ્યું શું?
જે ના આવે સંગાથે તેની મમતા શા માટે?” સિકંદર ઘણો વિચક્ષણ હતો. તે વાતનો મર્મ પામી ગયો અને શાંત રહ્યો, પછી જમવાની યોગ્ય વિધિ થઈ. સમયોચિત વિદાય થયો.
વિકરાળ દળ અને અઢળક સંપત્તિ સાથે ગર્વ સહિત જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં જંગલમાં એક વૃક્ષ નીચે તેણે એક ધ્યાનમગ્ન યોગીને જોયા. યોગીની ધ્યાન મુદ્રા જોઈ સિકંદર પ્રભાવિત થયો. તેને મનમાં થયું કે ધનાદિ ઝવેરાત તો ઘણું મેળવ્યું. તેમ આ યોગીને પણ સાથે લઈ જઉં.
તે ઘોડા પરથી ઉતર્યો અને બોલ્યો તે યોગી! આંખ ખોલો અને મારી સાથે મારા દેશ ચાલો. મેં ધન ઝવેરાત તો ઘણું મેળવ્યું છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૬