SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આજુબાજુ મોટો જન સમૂહ અનેકવિધ પ્રગતિ કરતો હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રો વિકસતા હોય તેને વિકાસ માનતા હોય, તેઓને આધ્યાત્મિક વિકાસ કે તેના ક્ષેત્રો ફુરસદવાળાનું કામ છે તેમ લાગે છે. કારણ કે તેની પવિત્રતા સૂક્ષ્મ અને અનુભવાત્મક છે. તે માટે સંયમજીવનની આવશ્યકતા છે. તે જ સામાન્ય માનવીને સૂઝતી નથી. છતાં મૂંગો સાકરનું વર્ણન ન કરી શકે તેટલા માત્રથી સાકરનું ગળપણ નગણ્ય થતું નથી. પોતાના ચૈતન્યની સ્થિતિમાં પવિત્રતાને પ્રગટ કરનારા, આધ્યાત્મિક આદર્શને જીવનનું ધ્યેય ગણનારા આજે છે. તેઓ યોગી કહેવાય છે. સત્યનિષ્ઠ યોગીઓ પોતામાં સંગીન રૂપાંતરણ કરે છે. તેઓ ભૌતિક સિદ્ધિઓને ગૌણ કરે છે તેનું આત્મિક તાત્ત્વિક રૂપાંતરણ કરે છે અને તેના બીજ પોતાની આજુબાજુના યોગ્ય શિષ્યોને પ્રદાન કરે છે. વિવેકાનંદમાં આધ્યાત્મિક શક્તિ હતી તેનામાં ગુરુ રામકૃષ્ણ પરમહંસે પોતામાં પ્રગટ થયેલી શક્તિનાં બીજનું અવતરણ કર્યું હતું. એક જૈનાચાર્ય પાસે એક શ્રાવક પોતાના મૂંગા બાળકને લઈને આવ્યો હતો. આચાર્યશ્રીએ તેના માથા પર હાથ મૂક્યો અને નવકાર ઉચરાવ્યો બાળક બોલતો થયો હતો આ ચમત્કાર નથી. આંતરિક પવિત્રતાનો ફેલાવ છે. શ્રદ્ધાનું સત્ત્વ છે. એવા યોગીઓનું જીવન કેવળ બાહ્ય ઘટનાઓથી માપવું તે આપણી નબળાઈ છે. અંતરમાં ડૂબકી મારી તેમાં સ્થિર થઈ, ઉચ્ચતમ સત્યને પામવું તે તેઓનું જીવન કાર્ય છે. એવા આંતરિક પવિત્ર સત્ય વડે તેઓ પોતાનું જીવન નિયત કરે છે. તેનો સહેજ ફેલાવો થાય છે. અને પાત્ર જીવોમાં તે શક્તિ મૂકે છે. જો કે આવી સ્થિતિઓ નાજુક છે. તેમાંથી વહેમ, ખોટી માન્યતાઓ ફેલાય છે. છતાં પણ સત્ય તો પ્રગટ થતું જ રહે છે. સત્યનો વિસ્તાર કરનારાને જ સમજ્યા નહિ તેઓએ ઈસુ જેવાને ક્રૂસ પર ચઢાવી મૃત્યુને ઘાટ ઉતાર્યા. જરથુસ્ટને ઝેર આપી મૃત્યુને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૨૭
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy