Book Title: Manni Mavjat Ane Dharti Parnu Swarga
Author(s): Nandiyashashreeji
Publisher: Anilaben A Dalal
Catalog link: https://jainqq.org/explore/006123/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ = ' 3 ; રીતે તો છે, થઈ એ શર્ટ કાર્ડ શર્ટ કાર્ડ શ માં તું છે એ આ જ આ બિજ સારા જ ત કે ** Iક છે કે in માવજ o મનની. અને ધરતી પરનું સ્વર્ગ GS , :: : પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી અરિહંત-સિદ્ધસૂરિ સદ્ગુરુભ્યો નમઃ મૂલ્ય : વિવેકપ્રાપ્તિ Lડી જ ન શક્ય છે કે સ્ત્ર STD 1 0 ' . શ કરું : કરી હતી. ૪ ઉs is ૪ હરર ર પ.પૂ. ગુરુદેવશ્રી મયૂરકલાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા નંદીયશાશ્રીજી મહારાજ . 4I M ક, કર . છે. state 3 3; ' . . 4. દાંડી શરૂ Page #2 -------------------------------------------------------------------------- ________________ મનની માવજત પ. પૂ.ગચ્છાધિપતિ શ્રી અરિહંતસિધ્ધસૂરિ સટ્ટુરુભ્યો નમ: લ્ય: વિવેકપ્રાપ્તિ ૫. પૂ. ગુરુદેવશ્રી લાવણ્યશ્રીજી મહારાજ સાહેબના પ્રશિષ્યા નંદીશાસ્ત્રીજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ देवास्तु विषयासक्ताः, नारका दुःखविह्वलाः । ज्ञानहीनाश्च तिर्यंचो, धर्मयोग्या हि मानवाः ॥ દેવો વિષયોમાં આસક્ત હોય છે નારકો દ:ખથી વ્યાકુળ હોય છે તિર્યંચો (પશુ-પક્ષીઓ) જ્ઞાનરહિત હોય છે. ખરેખર માનવો જ ધર્મ કરવા માટે યોગ્ય છે તેથી નેકી પાનવોએ ધર્મમાં પ્રયત્નશીલ રહેવું. Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય |પાન નં., | આત્મસિદ્ધિ આત્મપ્રાપ્તિના સોપાન (અ) મનની સ્વસ્થતા (બ) વચનની સ્વચ્છતા (ક) કાયાની નિર્મળતા ૨૮. ધરતી પરનું સ્વર્ગ ૧ થી ૨૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ જો તારે દુઃખથી અટકવું હોય મને જો તું સુખના સાધના શોધતો હોય તો અભયને આપનારા વિતરાના વચનોની ઉપાસના કર __ Page #6 -------------------------------------------------------------------------- ________________ ।। શ્રી નીતિ-હર્ષ-મહેન્દ્ર-મંગલપ્રભ-અરિહંતસિદ્ધહેમપ્રભસૂરિ સદ્ગુરુભ્યો નમઃ ।। પ્રાસંગિક યુનેસ્કોના બંધારણના આમુખમાં જણાવાયું છે કે યુદ્ધ પહેલાં મનમાં આવે છે પછી તેનો વચન અને કાયા દ્વારા અમલ થાય છે. તો યુદ્ધવિરામ ઈચ્છનારે સૌ પ્રથમ મનની માવજત કરવી અત્યંત આવશ્યક છે. ' વાસ્તવિકતામાં માનવીનું મન ઊર્જાનો એક પૂંજ છે. ઊર્જામાં અનર્ગળ શક્તિ રહેલી છે. શક્તિ સતત ઉછાળા મારતી રહે છે. શક્તિના બે આયામો છે. જો તે વિસ્ફોટ તરફ વળે તો હિંસા અને વિધ્વંસ વે૨ે અને સર્જન તરફ ઢળે તો સાત્વિક આનંદમાં પરિણમે. દુષ્ટ મન તે જ માનવીનો ખરો શત્રુ છે. શત્રુને ૫૨ાસ્ત ક૨વા માટે તેનો અન્નપૂરવઠો અને શસ્ત્ર પૂરવઠો ખતમ કરવો રહ્યો. ખોટા સમીકરણો, અસહ્ નિમિત્તો વિગેરે અન્ન પૂરવઠો છે અને તેમાં મનનું (૧) Page #7 -------------------------------------------------------------------------- ________________ જોડાણ એ શસ્ત્ર પૂરવઠો છે. આ બંનેને દૂર કરવા માટે આ પુસ્તિકાનું આયોજન થયેલું છે. સંયોગો સતાવે નહીં, પરિસ્થિતિ પીડા ન કરે, ઘટનાઓ ઘા ન મારી શકે એવા મનનું આપણે નિર્માણ કરવું છે. તે માટે મનની પ્રક્રિયા સમજીએ. કોઈ પણ અવસરે મનમાં તરંગ ઊઠે છે. પછી તે તરંગ ઘટ્ટ બને એટલે વિચાર બને છે. પછી તે સહજરૂપે બનતાં અધ્યવસાયધારા નેશ્ચિત થાય છે. દા.ત. તમારે ભણવું છે એટલે બધાએ શાંતિ રાખવી જોઈએ એવો તરંગ ઊઠચો. પછી બધાને તમે કહ્યા કરી છો કે શાંતિ રાખો. હવે કોઈ અવાજ કરે છે તે દૃશ્ય જોઈને તમને વિચાર આવ્યો કે બસ, હવે અહીં નહીં વંચાય. પછી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય છે કે આ ક્યાંથી અહીં આવી ? આ અધ્યવસાય થયો. હવે રાગ, દ્વેષાદિ કાષાયિક પરિણતિથી જીવે અટકવું હોય તો મનને તરંગની અવસ્થામાં જ નિયંત્રિત ક૨વું રહ્યું અને તે માટે સાધકે દૃઢ નિર્ણય કરવો રહ્યો કે — - Page #8 -------------------------------------------------------------------------- ________________ ‘ગમે તેવા શુભાશુભ નિમિત્તોમાં મા૨ે મનને બગાડવું નથી.’’ આ દૃઢ આત્મસંકલ્પ એ બીજવપન છે. અને હા, બીજવપન વગર શાસન પ્રાપ્તિરૂપ અનરાધાર વરસાદ વગેરે સાનુકૂળતા પણ કાર્યસાધક નથી તે ભૂલવા જેવું નથી. તો પુણ્યના યોગે મળેલા શાસનને પ્રસ્તુત પુરુષાર્થ દ્વારા સફળ બનાવીએ એ જ મહેચ્છા ! બજેટ પછી નિપુણ અર્થશાસ્ત્રી ખર્ચ, આવક, બચતનું અવલોકન કરે છે. તો સાધકે સ્વયં તાળી' મેળવવાનો છે કે સમ્યગ્નાન અને શ્રદ્ધા માટે સમયનું યોગદાન કેટલું કર્યું ? ક્ષમાદિની કમાણી કેટલી થઈ ? અને મન, વચન, કાયાના દુરૂપયોગથી અટકવા વડે સમય અને પરિણતિનું કેટલું રક્ષણ કર્યું ? દેવ-ગુરુધર્મની કૃપાથી રત્નત્રયી પામવા સૌ સક્ષમ બને એ જ કામના. જૈનમ્ જયતિ શાસનમ્ · વૈશાખ સુદ-૧૧ (3) તા. ૧૫-૫-૨૦૦૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ મનની માવજત (૧) આત્મસિદ્ધિ શરીર નાશવંત છે. મન પરિવર્તનશીલ છે. આત્મા શાશ્વત છે. શાશ્વતના ભોગે નાશવંત અને પરિવર્તનશીલને સાચવવામાં બુદ્ધિમત્તા નથી. પરંતુ નાશવંત એવા શરીરનો સહયોગ લઈને, પરિવર્તનશીલ એવા મનને મ્રુતત સમજાવતા રહીને શાશ્વત એવા આત્માને આપણે એના સ્વભાવમાં સ્થિર કરી દેવાનો છે. આત્માની ત્રણ મૌલિકતા છે જ્યાં જ્ઞાન, પ્રેમ અને આનંદ છે ત્યાં આત્મા છે. આના દ્વારા આત્મા માનસપ્રત્યક્ષ થઈ શકે છે. પણ આ ત્રણે ગુણો આપણા વિકૃત થયા છે. આપણે તે વિકૃતિને દૂર કરીને આપણું રિદ્ધિ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. (જ્ઞ) આપણું જ્ઞાન અજ્ઞાનમાં પરિવર્તિત થયું છે. અજ્ઞાનના બે અર્થો કરીશું. (.) અલ્પજ્ઞાન (F) Page #10 -------------------------------------------------------------------------- ________________ (૨) વિપરીત જ્ઞાન. આમાં અલ્પજ્ઞાન તેટલું બાધક નથી અને બારમા ગુણસ્થાનક સુધી રહેનારું છે. પણ વિપરીત. જ્ઞાન ચોક્કસ બાઘક છે. વિપરીત જ્ઞાનના બે આકારો સમજીએ. (a) “હું શરીર છું.” શરીરને જ આપણે સર્વસ્વ માનીએ છીએ અને આ ભ્રમ દૂર કરવા માટે આપણા સૌના અનુભવનું એક જ વાકય કાફી છે. ઘણી વાર આપણે બોલીએ છીએ કે, “મારું શરીર દુઃખે છે.” આ જ વાકય પૂરવાર કરે છે કે શરીર તારું છે, પણ તું નથી. તારૂં એટલે કોનું ? શરીરનો માલિક આત્મા છે. આત્મા એક વિવલિત શરીરમાં રહ્યો છે, આત્મા જ કર્માનુસારે શરીર બનાવે છે અને વિવલિત(Particular) શરીર અને આત્માનો વિયોગ એ મૃત્યુ છે. જન્મ અને મરણ પરાધીન છે પણ તે બંને વચ્ચેનું જીવન સ્વાધીન છે. આ સ્વાધીન જીવનને વિવેકનો વળાંક આપવા માટે આ પુસ્તિકા છે. (b) બીજું વિપરીત જ્ઞાન-“સુખ પદાર્થોમાંથી, પૈસાથી, વ્યતિથી મળે છે.” (૫) Page #11 -------------------------------------------------------------------------- ________________ હકીકતમાં સુખ અને દુઃખ એ કલ્પના છે. આનંદ વાસ્તવિકતા છે. અનુકૂળતામાં ઋતિ થતાં સુખસંજ્ઞાના કારણે સુખનો અનુભવ થાય છે. તો પ્રતિકૂળતામાં અતિ થતાં દુ:ખસંજ્ઞાના કારણે દુ:ખનો અનુભવ થાય છે, પણ હકીકતમાં આત્મા આનંદ સ્વરૂપ છે અને આનંદની વિકૃતિ સુખ-દુ:ખ છે. આત્મા એક અવિભાજ્ય અખંડ શાશ્વત દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. (પ્રદેશ= અવિભાજ્ય અવયવ) આ પ્રત્યેક પ્રદેશે અનંતા ગુણો છે. પ્રત્યેક ગુણનો અનંત આનંદ છે. તે જ હું છું અને તે જ મારૂં અવિનાશી સ્વરૂપ છે. ઈંદ્રિયોના અનુકૂળ વિષયોથી સુખ મળે છે એ ભ્રમણા છે. આ વાતને આપણે તર્કથી સાબિત કરીએ. બધાને મનપસંદ ખાવામાં મજા, આનંદ આવે છે. પણ આનંદ ક્યારે આવે ? ભૂખ હોય તો. ભૂખ વિના ખાવામાં સુખ લાગતું નથી. આમ ઈંદ્રિયોના પ્રત્યેક સુખની પૂર્વે એક દુ:ખ, તૃષ્ણા, Craving હોય છે અને તેના પ્રતિકારને અજ્ઞાની સુખ કહે છે. (૬) Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ આ તો દુ:ખપ્રતિકાર સુખ છે. સ્વતંત્ર સુખ નથી. વળી ખાતી વખતે પણ ૨૫ ગુલાબજાંબુ ખાધા. પછી છવીસમું ખાવું નથી કે ખવાતું નથી ? તો જવાબ એ છે કે ખાવું તો છે પણ ખવાતું નથી.આથી અતૃપ્તિ બેઠી છે. ૨૫ ગુલાબજાંબુ પણ જો સુખ ન આપી શકે તો તેના ગુરૂત્વાકર્ષણમાંથી જીવે બહાર નીકળી જવા જેવું છે. વળી બીજાએ વધારે ખાધા હોય તો ઈર્ષ્યા પણ આવી શકે છે. એટલે ઈન્દ્રિયોના સુખના ભોગવટામાં પૂર્વે તૃણા ભોગકાળે અતૃપ્તિ અને ઈર્ષ્યા અને ભોગ પછી આકાંક્ષા રહે છે કે કયારે ફરી આવું સુખ મળે ? આમ ઈન્દ્રિયોથી મળતા સુખોનું પોસ્ટમોર્ટમ કરીએ તો તેની પૂર્વ, વર્તમાન અને ભાવિની ત્રણ અવસ્થામાં દુ:ખ છે. છતાં મોહરાજા વિપરીત બોઘ કરાવીને તેમાં સુખ મનાવે છે. આમ ભૌતિક સુખ કાલ્પનિક છે. વાસ્તવિક સુખ આત્મગુણોના વિકાસમાં છે. આનો નિર્ણય કરી અજ્ઞાનથી મુકત થવાનું છે. સદાચાર અને સંતોષ એ આત્મિક ગુણ છે. તેનો આનંદ વાસ્તવિક છે (૭) Page #13 -------------------------------------------------------------------------- ________________ જેની અનુભૂતિ થઈ શકે છે. (૬) આત્મા પ્રેમ સ્વરૂપ છે. રાગ-દ્વેષ તેની વિકૃતિ છે. પ્રેમમાં લાગણી છે. રાગમાં માંગણી છે. પ્રેમ આત્માશ્રિત છે. રાગ દેહાશ્રિત છે. પ્રેમમાં સમર્પણ છે. રાગ સ્વાર્થપ્રધાન છે. પ્રેમ વ્યાપક છે. રાગ સીમિત છે. પ્રેમમાં કરી છૂટવાની વૃત્તિ છે. રાગમાં મેળવી લેવાની વૃત્તિ છે. તેષ એ સ્વતંત્ર વસ્તુ નથી. પણ રાગમાં નિષ્ફળતા મળે ત્યારે દ્વેષ થાય છે. દ્વેષને સ્વતંત્ર પગ નથી. તે રાગના ખભા પર બેસીને આવે છે. માટે રાગને દૂર કરવાનો છે. (૪) આંત્મા આનંદ સ્વરૂપ છે. સુખ, દુ:ખ એ આનંદની વિકૃતિ છે. શાતા વેદનીય કર્મના ઉદયથી સુખ મળે છે. અશાતા વેદનીય કર્મના ઉદયથી દુ:ખ મળે છે. આત્મા તો આ બંનેથી પાર આનંદ સ્વરૂપ છે. અત્યારે ત્રણ વિકૃતિ આપણને સમસ્યા ઊભી કરે છે. તેનાથી મુકત થવા માટેની વિચારણા આ પુસ્તિકામાં કરી છે. (૮) Page #14 -------------------------------------------------------------------------- ________________ (૨) આત્મપ્રાપ્તિના સોપાન મનની સ્વસ્થતા હું આત્મા છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર મારો પરિવાર છે. મન, વચન, કાયા મારા નોકરો છે. આજે આપણે બધી સત્તા આ નોકરોને સોંપી દીધી છે અને તેનો દુરુપયોગ થતાં આત્માનું ૮૪ લાખ યોનિમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ ચાલુ રહ્યું છે. આ સત્ય સમજાવાથી હવે આપણે આપેલ Power of attorney withdraw કરવાનો છે. તે સત્તાને પાછી ખેંચવા માટે મન, વચન, કાયાને ઓર્ડર આપવાના છે. * મુખ્યતયા મનને ચાર ઓર્ડર આપતાં કહેવું કે (I) હે મન ! ભૌતિક વસ્તુના આકર્ષણમાંથી તારે બહાર નીકળી જવાનું છે. ફેશન, વ્યસન અને અનુકરણ એ આપણા મોત સમજવાના છે. તેનો છેલ્લો હપ્તો ભલે સ્મશાનમાં (૯) Page #15 -------------------------------------------------------------------------- ________________ હોય પણ અત્યારે જ આપણી મૌલિકતાનું થતું અવમૂલ્યન સમજતા જવાનું છે. વિચારોનો આગ્રહ એ પણ વ્યસન છે. વ્યસનની વ્યાપક વ્યાખ્યા : જેની ખરાબી જાણ્યા પછી આપણે જેનાથી છૂટી શકતાં નથી તે વ્યસન છે. દા. ત. તમારો પત્ર પિતા, પતિ કે પત્નીએ ફોડ્યો, ત્રણ દિવસ સુધી ન આપ્યો તો જે ચહલપહલ મચે છે તે કૌતુકવૃત્તિ પણ વ્યસનમાં સમાવિષ્ટ બને છે. આનાથી અટકવા માટે આત્માનું આકર્ષણ ઊભું કરવાનું છે. આમાં કદાચ પત્ર લખનારે જ ત્રણ દિવસ પછી પત્ર આપવાની સૂચના કરી હોય તો ? તો જીવ સમાધાનના માર્ગે આવી શકે છે. પણ આ તો શરતી થયું. આવી જાણકારી ને મળે ને સાક્ષી ભાવ આવી જાય તો પણ કામ ઉત્સુકતા વગર પતી શકે છે. એક વાસ્તવિકતા નજર સામે લાવો. ભૌતિક કોઈ પણ શ્રેષ્ઠ પદાર્થ અંતે બગડવાનો છે અને બગડેલો કોઈ પણ (૧૦) Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મા અંતે સુધરવાનો છે. માટે આકર્ષણનું સ્થાન જડને બદલે ચેતન બનાવી દો. સ્વ અને પરનો તફાવત સમજી આ સાધનાને આત્મસાત કરી ઉધાર અને જમા પાસું મેળવતાં જાવ. ખૂબ આનંદ આવશે. મનને સમજાવીને પણ આ પરિણામ મેળવો. Debit Gule | Credit gul પુદગલ જોડેનો પ્રેમ પુદગલની અનાસક્તિ જીવો સાથેનો દ્વેષ, જીવોની મૈત્રી (IT) જીવોની મૈત્રીને અટકાવનાર કોણ છે ? આપણને કોઈનાથી નુકશાન થયું હોય તો આપણને તે જીવ પ્રત્યે ધિક્કાર આવે છે. તેના પ્રત્યે નિષેધાત્મક વિચારણા ચાલુ થઈ જાય છે એટલે મનને બીજો હુકમ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં તારે Negative thinking કરવાનું નથી. આને અટકાવવા માટે નીચેની ચાર વિચારણા આત્મસાત્ કરો.. (૧) ભૌતિક જગતમાં આપણી ઈચ્છા કે જરૂરીયાત (૧૧) Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે પદાર્થ મળતા નથી. પણ પૈસાના ચૂકવવા પ્રમાણ મળે છે. આ સમીકરણમાં શ્રદ્ધા હોવાના કારણે આપણે કોઈ જોડે સંઘર્ષમાં ઉતરતા નથી તેમ સામાજિક જીવનમાં- ' પુણ્યથી વધારે મળતું નથી ને સમયથી પહેલાં મળતું નથી આ વાત સ્વીકારી લો ને પુણ્યની કમાણી કરી લો. આ પુય ૯ પ્રકારે બંધાય છે. ૧), પાત્રને અન્ન આપવાથી ૨) પાત્રને પાણી આપવાથી ૩) પાત્રને વસ્ત્ર આપવાથી જ) પાત્રને આસન આપવાથી ૫) પાત્રને શયન, સન્માન આપવાથી આ પાંચમાં પૈસાનો ત્યાગ અપેક્ષિત છે. ૧૬) મનના સારા વિચારથી. ફરજનો વિચાર એ શુભ વિચાર. અધિકારનો વિચાર તે અશુભ વિચાર. ૭) વચનના પ્રેમાળ ઉચ્ચારથી. ૮) કાયાની જયણાપૂર્વકની પ્રવૃત્તિથી. આ ત્રણમાં અવિવેકનો ત્યાગ જરૂરી છે. . (૧૨) Page #18 -------------------------------------------------------------------------- ________________ ૯) દેવ, ગુરૂ, વડીલ, મા-બાપવિગેરેને પગે લાગવાથી પુણ્ય બંધાય છે. પૂજ્યોના, વડીલોના ઉપકાર સ્વીકારથી કૃતજ્ઞતા ગુણ વિકસે છે. અહંકારના ત્યાગથી આ પુણ્ય પ્રાપ્ત થાય છે. જગતમાં ત્રણ વસ્તુ પ્રત્યક્ષ છે. પણ કોની કેટલી તાકાત છે તે બુદ્ધિશાળીએ સમજવા જેવું છે અને સક્ષમ તત્ત્વ પાછળ સમય તથા શક્તિ ખરચવાના છે. પૈસા, પુણ્ય અને ધર્મ આમાં ઉત્તરોત્તરના તત્ત્વ બળવાન છે. પૈસાથી ચામા મળે, જ્યારે પુણ્યથી આંખો મળે અને ધર્મથી નિર્વિકારી દષ્ટિ મળે. પૈસાથી ટોપી કે સાફો મળે, જ્યારે પુણ્યથી માથું મળે અને દર્મથી સદ્દવિચાર મળે. - ટૂંકમાં, પૈસાથી સામગ્રી મળે, પુણ્યથી શકિત મળે અને ધર્મથી શકિતનો સદુપયોગ મળે. મારે મારી શકિતથી બીજાને સન્માર્ગમાં ઉપયોગી બનવું છે" આ ભાવના પુણ્યના બીજરૂપ (૧૩) Page #19 -------------------------------------------------------------------------- ________________ છે. આ પુથબંધમાં પણ અનુબંઘની કિંમત છે. પુણ્યબંધ ઉદયકાળે સુખ આપી રવાના થાય છે, જ્યારે પુણ્યનો અનુબંધ પુર્ણયની પરંપરા ચલાવી આત્માનું ઉદર્વીકરણ કરવા રાખુખ બને છે. સામાન્યથી પ્રવૃત્તિથી બંધ થાય છે. વૃત્તિથી અનુબંધ થાય છે. આત્મલક્ષીતા આવવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે અને તેના માટે સાધકે પ્રયત્ન કરવાનો છે. (૨) નિષેધાત્મક વિચારણાનો છેદ ઉડાડનાર નીચેની સમજણ છે. * બીજા દુઃખ આપે છે તે નાસ્તિકની માન્યતા છે. મારા કર્મો દુઃખ આપે છે તે આસ્તિકની માન્યતા છે. મારો દોષ દુઃખ આપે છે તે ધર્માની માન્યતા છે. ઘર્મી અંતર્મુખ બની પોતાના દોષને જુવે છે, સ્વીકારે છે અને કાઢવા માટે પ્રયત્નશીલ બને છે. દા.ત. પિયરમાં ઉષ્માભર્યું સ્વાગતન થયું હોય (૧૪) Page #20 -------------------------------------------------------------------------- ________________ તો નાસ્તિક વિચારશે કે ભાભી વિ. પિયરીયાં જ એવા છે, આસ્તિક પોતાના કર્મના-તેવા પ્રકારના ઋણાનુંબંધનો વિચાર કરશે અને ધર્મી પોતાના અહંકારને દુ:ખનું કારણ ગણશે. આવી જ રીતે કોઈ મિત્રે કપટ કર્યું. તમારા પાંચ લાખ રૂપિયા દબાવી દીધા. નાસ્તિક તેને ગુનેગાર માનશે, આસ્તિક અશરણ ભાવનાનો વિચાર કરશે અને ધર્મી ધનની આસક્તિનો દોષ પોતાના દુઃખ માટે જવાબદાર છે, એમ સમજી આસક્તિ દૂર કરવાના ઉપાયો વિચારશે. અહંકાર એ બુદ્ધિનું કેન્સર છે ને આસક્તિ એ લોહીનું ડાયાબીટીસ છે. તે બે રોગોને દૂર કરવામાં પ્રયત્નશીલ બનો. આસક્તિનું એક અનિવાર્ય અનિષ્ટ છે કે તે ઈન્દ્રિયોને અશક્ત બનાવી દે છે અને મનને નિ:સત્ત્વ બનાવી દે છે. બીજાને દુઃખનું કારણ માનતા રોગ અને તેના ઉપાયોની અસ્પષ્ટ સમજણના કારણે રોગ વકરેલો રહે છે. ભાવ આરોગ્ય સ્વપ્ન બને છે. તેવું ન બનાવવું હોય તો સતત વિચારો કે લાખ રૂા.નો valid (૧૫) Page #21 -------------------------------------------------------------------------- ________________ cheque જો ફાટેલા કવરમાં સ્વીકાર્ય બને છે તો સત્તાથી પૂર્ણ સિદ્ધસ્વરૂપી એવા અન્ય આત્માની કોઈ પણ ભૂલ નગણ્ય કેમ ન બને ? (૩) હકીકતમાં સૌને સૌના ગુણ-દોષનો અનુભવ થાય છે, એટલે કોઈ પણ સંયોગોમાં આપણને આપણાં જ ગુણ કે દોષનો અનુભવ થાય છે. બીજાના ગુણ-દોષનો અનુભવ થતો નથી અને ગણ = સુખ, દોષ = દુ:ખ - આ. સમીકરણના આઘારે આપણા સુખનો remote control બીજાને કેવી રીતે સોંપી શકાય? એક દષ્ટાંતથી વિચારીએ કે એક સાસુ વહુને વાત્સલ્ય આપે છે અને વહુ સાસુને ધિક્કારે છે. તો સાસુને પ્રેમનો અનુભવ થવો જોઈએ કારણકે એની પાસે વાત્સલ્યનો ગુણ વિદ્યમાન છે. હવે સાસુને ધિક્કારનો અનુભવ થતો હોય તો સમજવું કે એનો પ્રેમ શરતી છે. સાચા પ્રેમને શરત હોતી નથી. આપણે નિષ્કામ, નિર્દભ ગુણ કે ળવીએ તો દુનિયાની કોઈ શકિત આપણા આનંદને છીનવી શકે તેમ નથી. (૧૬) Page #22 -------------------------------------------------------------------------- ________________ (૪) ગુણ કેળવવો હજી સહેલો છે પણ ગુણની પરંપરા જળવાઈ રહે, સાનુબંધ ગુણસ્થિતિ બની રહે તે અઘરું છે. તે માટે નીચેની ત્રણ વાતો સમજી લઈએ. ) કર્મ સંયોગો આપે છે. ધર્મ અભિગમ, trend, inclination, attitude, UCLI HIU . અજ્ઞાનતાના કારણે આપણે બીજાને દોષ આપીએ છીએ. પણ હકીકતમાં આપણું દુષ્ટ મન એ જ આપણું મન છે. અશુભ કર્મ કરતાં પોધ બાંધ્યું ને હવે પાપના ફળ તરીકે દુઃખ ભોગવવાનું આવે ત્યારે બીજાને દોષ આપવો અસ્થાને છે. કિન્તુ સમજણરૂપી સંપત્તિની હાજરીમાં કર્મ ભોગવવાની તક આપનાર પ્રત્યે ઉપકારીની બુદ્ધિ થવી જરૂરી છે. (ii) કર્મ પરિસ્થિતિ આપે છે, ધર્મ સુંદર મનઃસ્થિતિ સર્જે છે. પરિસ્થિતિને પામવામાં લાચાર મન, મન:સ્થિતિ કેળવામાં બિલકુલ સ્વાધીન છે. આના માટે સત્સંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. (૧૭) Page #23 -------------------------------------------------------------------------- ________________ ii) કર્મ દશ્ય આપે છે. ધર્મ દષ્ટિ આપે છે. બાવીસ વર્ષે બેન વિઘવા થઈ. આમાં કર્મ જવાબદાર છે. પણ બેન હવે, “બ્રહચર્યને માણવાની તક મળી” એવી દૃષ્ટિ કેળવી લે તો તેનું દુઃખ હળવું બની જાય છે. એક વિધેયાત્મક વિચાર તમારી positivity અને દુનિયાભરની positivity ને આકર્ષે છે અને એક negativity દુનિયાભરની અને તમારી પોતાનીnegativity નેattract કરે છે, આકર્ષે છે. ઘર્મ અને કર્મનું ગણિત સ્પષ્ટ રીતે સમજી લો. જ ભૂતકાળના કર્મો સ્ટોકમાં છે તો કષ્ટ આવવાના જ છે અને જો વર્તમાનમાં ઘર્મ હાથમાં છે તો નવા કર્મો નથી જ બંધાવાના. (III) લગભગ માનવીનું મન અધિકાર પાછળ દોડતું હોય છે. તેને સાચી સમજણ આપીને હુકમ કરવાનો છે કે તારે અધિકાર પાછળ દોડવાનું નથી અને ફરજને અવગણવાની નથી. આ નિર્દેશ પાછળ બહુ સુંદર ગણિત છે કે અધિકારની પ્રાપ્તિ માટે (૧૮) Page #24 -------------------------------------------------------------------------- ________________ આપણું પુણ્ય અને સામી વ્યક્તિની પાત્રતા જોઈએ અને આ બંને વસ્તુ પરાધીન છે. તો શા માટે પરાધીન વસ્તુમાં ફાંફા મારવા ? જ્યારે ફરજનું પાલન કરવા માટે વિવેક અને જાગૃતિ જોઈએ અને બહુ આશાસ્પદ વાત એ છે કે આ બંને વસ્તુ સ્વાધીન છે. તો શા માટે તેની અવગણના કરવી ? રણનું પાણી દુર્લભ હોવાથી કોઈ વેડફતું નથી. તેમ મનુષ્યનું આયુષ્ય પણદુર્લભ અને પરિમિત હોઈ તેને અધિકારની પ્રાપ્તિ પાછળ વેડફવું એ રણનું પાણી ગટરમાં નાંખવા બરાબર છે. અધિકાર જ જોઈતો હોય તો પ્રાજ્ઞ પુરુષે બધી શક્તિ આત્માને પરમાત્મા બનાવવા માટે વાપરવાની છે. તે માટે જ સૌએ મનની માવજત કરવાની છે ને તેના ઘણાં સુંદર ફળો મળે છે. (IV) મનને છેલ્લો ઓર્ડર આપવાનો છે કે તારે પ્રત્યેક પ્રસંગોમાં આત્માના હિત માટે પ્રવર્તવાનું છે. કોઈ પણ નિમિત્તને આગળ કરી, તેનો વાંક કાઢી (૧૯) Page #25 -------------------------------------------------------------------------- ________________ તારા દોષને વ્યાજબી ઠરાવવાના નથી. દોષોની કબૂલાત કરશો તો દોષો જ શે અને દોષોની વકીલાત કરશો તો દોષો મજબૂત બનશે. નિમિત્તને દોષ દેવો એ અવળી સમજણ છે. કારણકે નિમિત્તનું આત્મા જે ભાવે આલંબન લે તે પ્રમાણે કાર્ય થતું હોય છે. એટલે આત્માની સાવધાની અત્યંત જરૂરી છે. મનને કેળવણી આપવાની છે કે ઘટનાઓ ઘા ન કરે, પરિસ્થિતિઓ પીડા ન કરે અને સંયોગો સતાવે નહીં એ રીતે તારે વર્તવાનું છે. કોઈ પણ ઉદ્યાની સામે પ્રતિક્રિયા કરતાં પહેલાં વિવેકની ચોકી મૂકવાની છે અને સ્વ-પરને દુ:ખદ અને કર્મબંધ કરાવનારી પ્રતિક્રિયાથી અટકવાનું છે. લાખો પ્રતિક્રિયામાંથી એક ગુસ્સાની પ્રતિક્રિયા માટે નીચેનું માર્ગદર્શન અત્યંત જરૂરી બનશે. (૧) “વિચારોનો આગ્રહ છોડી દેવાથી” ૯૯ ટકા ગુસ્સો કાબુમાં આવે છે. - કરૂણાના સાગર એવા પરમાત્માનું આપણે ૧૦ (૨૦). Page #26 -------------------------------------------------------------------------- ________________ ટકા માનીએ છીએ અને સ્વાર્થના સાગર એવા આપણું બીજા ૧૦૦ ટકા માને એવો આગ્રહ અસ્થાને છે. તમે કહીને ખસી જાવ. કહેવાની વાત તમારી ફરજમાં આવે છે. પછી બીજા માને છે કે નહીં ? તે વિચારધારાથી મુક્ત થઈ જાવ. તમે માર્ગદર્શન આપી શકો છો, ખલેલ પહોંચાડી શકતા નથી. બંને વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. કહ્યા પછી બીજા કરે છે કે નહીં ? તે જોયા કરવું એ દખલ છે. (૨)સાક્ષી ભાવ રાખવાથી' ક્રોઘની અસરથી મુક્ત થવાય છે. સાક્ષી ભાવ એટલે કર્મના ઉદયને અસર રહિત ભોગવવા. (૩)ગુસ્સો જેની જોડે થયો છે તે સિવાય બીજા જોડે ન કરવો. આનાથી ક્રોધનો વ્યાપ ઓછો થાય છે. ગુસ્સાને ‘ખો' ન આપવો. (૪) ગુસ્સો જે વ્યક્તિ જોડે-જે વિષયમાં થયો છે તે સિવાય બીજો વિષય ન જોડવો. આનાથી ગુસ્સાની તીવ્રતા અને વ્યાપકતા ઓછી થઈ શકે છે. L (૨૧) Page #27 -------------------------------------------------------------------------- ________________ (૫) ગુસ્સો કરવાથી સાપના અવતાર મળે છે. ઈર્ષ્યા કરવાથી કૂતરાના અવતાર મળે છે. જીવદયા પાળવાથી આરોગ્ય મળે છે. શીલરસાથી રૂપ મળે છે. આમ કારણ-કાર્ય ભાવનું સ્વરૂપ વિચારી કાર્ય ન જોઈતું હોય તો કારણથી ચોક્કસપણે અટકી જવું. (૬)ગુસ્સો, ક્ષમા, મૈત્રી અને પ્રીતિનો નાશ કરે છે. | એ મનની નબળી અવસ્થા છે. તેનાથી બી.પી., હાયપર ટેન્શન જેવા રોગો થાય છે, આઘુનિક વિજ્ઞાન માને છે કે ““મનના સંતુલનના અભાવથી શારીરિક વ્યાધિનો જન્મ થાય છે.” (૮) પરિસ્થિતિ બદલવાના આગ્રહથી ગુસ્સો બાવે છે અને મનઃસ્થિતિ સુધારવાના લક્ષ્યથી (૨૨) Page #28 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા આવે છે. પરિસ્થિતિનું સર્જન કે વિસર્જન પરાધીન છે જ્યારે મનઃસ્થિતિનો વળાંક પ્રયત્નથી સાધ્ય છે, સ્વાધીન છે. (૯) ગુસ્સો આવે ત્યારે ૧ નવકાર ગણીને, ૧, ૨, ૩, ૪, ૫ બોલીને અથવા અરીસામાં જોઈને બોલવું. કાળક્ષેપ એ ગુસ્સાના પાવરને ઓછો કરવા સક્ષમ છે. (૧૦) ઈષ્ટ કાર્યની અસિદ્ધિમાં ગુસ્સો આવે ત્યારે તાત્ત્વિક દૃષ્ટિથી વિચારવું કે - કોઈ પણ કાર્ય પાંચ સમવાય કારણથી થાય છે. તો મારા કાર્ય માટે કયું કારણ ખૂટ્યું ? તે શોધીને તેની પૂર્તિ કરવાથી ગુસ્સો અટકે છે. ચા કરવી છે. ખાંડ, ચાની પત્તી, દૂધ, સ્ટવ બધું છે પણ લાઈટર નથી તો ગુસ્સો કરવાથી ચા થતી નથી, માચીસ લાવવાથી ચા થાય છે. તેની જેમ સાધકે પણ પ્રામાણિકતાથી વિચારીને ખુટતું કારણ લાવવું જેથી કાર્યસિદ્ધિ થાય. (૨૩) Page #29 -------------------------------------------------------------------------- ________________ પાંચ સમવાય કારણની સમજણ અને તેના માધ્યમથી આત્મામાં ગણોની કેળવણી કરવાની પ્રક્રિયાઃ (૧) પુરુષાર્થ: કોઈ પણ કાર્ય પ્રયત્ન વિના સિદ્ધ થતું નથી. એટલે સતત, નિરંતર ઉત્સાહથી કામ કરતા જવું. કોઈ પણ કાર્ય તરત કરવું, જાતે કરવું, સરસ કરવું અને પૂરું કરવું-આવો અપ્રમત્ત ગુણ કેળવવો. કાર્યને અવવચ્ચેથી અલવિદા ન આપવી પણ તે માટે તનતોડ, મનમોડ પુરુષાર્થ કરવો. ઉત્સાહને ચાલક બળ બનાવવું તો અવશ્ય કાર્યસિદ્ધિ થશે. (૨) કર્મ ઃ કાર્યસિદ્ધિ માટે પુણ્ય-પાપ વિ. કર્મો પણ એક અગત્યનું અંગ છે. હકીકતમાં કર્મ એ ભૂતકાળના સવળા કે અવળા પુરુષાર્થની નીપજ છે. ભૂતકાળના સવળા પુરુષાર્થથી પુણ્ય કર્મ બંધાયું ને ભૂતકાળના અવળા પુરુષાર્થથી પાપકર્મ બંધાયું. અને તે કર્મ અત્યારે કાર્યatiઘવામાં સાધક કે બાઘક બની રહેશે. પુણ્યકર્મની સહાયમાં (૨૪) Page #30 -------------------------------------------------------------------------- ________________ કાર્યોમાં વિદન નહીં આવે ને પાપ કર્મની હાજરીમાં કાર્યોમાં વિઘ્ન આવશે. આના પરથી એ સિદ્ધ થાય છે કે ગયા ભવનો પુરુષાર્થ એ આ ભવનું કર્મ બને છે અને આ ભવનો પુરુષાર્થ એ આગામી ભવ માટે કર્મ બની રહેશે. તો હંમેશા સારા કાર્યોમાં રસ કેળવવો એટલે સુકૃતનો પક્ષ કરવો. આ ગુણથી કોલસાની દલાલી અટકી જશે. સારા કામની દલાલી ચાલુ થશે. ‘કર્મ' નામનું તત્ત્વ વર્તમાન કાળના પ્રતિ પળના વલણ, વચન, વર્તન પર વિવેકની ચોકી મૂકી સારા કાર્યો કરવામાં ઉત્સાહ માટે મનને સજ્જ બનાવશે. (૩)નિયતિ=ભવિતવ્યતા=Destiny. ભગવાનના જ્ઞાનમાં જે જોયું છે તે બની રહ્યું છે. જે બનવા યોગ્ય છે તે બને છે એમ સમજી નિરીહતા ગુણ કેળવવો. ઈચ્છારહિત બનતા જવું. અહીં પ્રશ્ન થાય કે નિયતિને સલામ ભરવાથી પુરુષાર્થની હાનિ થશે. પણ ના, ‘‘ભગવાને જે જોયું છે તે થાય છે.'' તે વાત સંપૂર્ણ સાચી છે. પણ (૨) Page #31 -------------------------------------------------------------------------- ________________ ભગવાને શું જોયું છે ? તો તેના જવાબમાં—‘તમે જે કરવાના છો તે પ્રભુએ જોયું છે.'' માત્ર કાળની દૃષ્ટિએ પ્રભુએ પ્રથમ જોયું છે, આપણે પછી કરવાના છીએ એ વાત જુદી છે. માટે જ આપણી પ્રવૃત્તિ પાછળ પ્રભુનું કર્તૃત્વ નથી પણ જ્ઞાતૃત્વ જરૂર છે. વળી નિયતિના અજ્ઞાત પ્રદેશમાં આપણે વિચરી રહ્યા છીએ માટે કારણમાં નાયતિને સ્થાપવી નહીં. પરંતુ કાર્ય થઈ ગયા પછી નિરાશા, આર્તધ્યાન અને દુઃખને અટકાવવા માટે નિયતિનો આશ્રય લઈ શકાય. મયણાએ કોઢીયા એવા ઊંબર રાણાની જોડે પાણિગ્રહણ કરતાં નિયતિનો આશ્રય લીધેલ– ‘‘મયણા મુખ નવિ પાલટે, અંશ ન આણે ખેદ જ્ઞાનીનું દીઠું હવે, તિહાં કિશ્યો નહીં વિભેદા’ (૪)કાર્યનિષ્પતિ માટેનું ચોથું સમવાય કારણ ‘સ્વભાવ' છે. આત્માએ પોતાનો સમતાનો સ્વભાવ વિચારવો અને તેમાં ટકવું પણ મમતાને માર્યા સિવાય સમતામાં ટકાતું નથી. તેથી મમતાનો નાશ કરવો. (૨૬) Page #32 -------------------------------------------------------------------------- ________________ “જીવનમાં આવ્યા કરે, પાનખર અને વસંત, પણ મનની મમતા છુટે તો સુખ, શાંતિ અનંત.” મમતાને તોડવા માટે પુદ્ગલનું સ્વરૂપ વિચારવું જેથી તેનું આકર્ષણ ઓછું થાય. (૫) કાળઃ સમયે જ કાર્ય થાય છે. તો યોગ્ય સમયની રાહ જુઓ અને ધીરજ ગુણ કેળવો. પણ ગુસ્સો ન કરો. અપેક્ષા અને અધીરાઈપર જીત મેળવશો તો આવેશ પર જીત મેળવી શકશો. , સામાન્યથી પ્રત્યેક કાર્યમાં પાંચ કારણો અવશ્યપણે જોઈએ જ. પણ સંસારમાં કર્મની મુખ્યતા છે. પુરુષાર્થ ગૌણ છે જ્યારે ધર્મક્ષેત્રે પુરુષાર્થની મુખ્યતા છે. નસીબ, કર્મ ગૌણ છે. પણ અજ્ઞાની જીવો સંસારમાં પ્રચંડ પુરુષાર્થ કરે છે અને ઘર્મમાં પ્રમાદ સેવે છે. તમે નક્કી કરો કે આજે ૫,૦૦૦ રૂ. કમાવવા છે તો શક્ય થાય પણ ખરું અને ન પણ થાય. ઘર્મમાં નક્કી કરો કે આજે પાંચ સામાયિક કરવા છે, (૨૭) Page #33 -------------------------------------------------------------------------- ________________ તો થઈ શકે છે. કારણકે તે સ્વાધીન છે. તેમાં પુરુષાર્થની મુખ્યતા છે. મૂળ વાત, ગુસ્સાનો વિજય ક્ષમાથી કરવાનો છે. અભિમાનનો વિજય નમ્રતાથી કરવાનો છે. માયાનો વિજય સરળતાથી કરવાનો છે. લોભનો વિજય સંતોષથી કરવાનો છે. ઉપર બતાવેલા દસ સ્ટેપમાંથી પસાર થઈએ તો ગુસ્સો નાબૂદ થઈ શકે છે. છેવટે તેની તીવ્રતા અને ઝડપ તો ઘટે જ છે. ** આ પ્રમાણે મનને ચાર હુકમ આપ્યા પછી ‘વચન' ને કહેવાનું છે કે : વચનની સ્વચ્છતા બોલેલા શબ્દોના તમે ગુલામ છો અને ન બોલેલા શબ્દોના તમે માલિક છો. ‘વચન'રૂપી નોકરને કહી દો કે તારે પાંચ વસ્તુ બોલવાની નથી. (૨૮) Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧) “સ્વપ્રશંસા' - અનાયાસપણે થઈ જતા પોતાના વખાણને ધ્યાનથી અટકાવવાના છે. કોઈએ માત્ર ઉત્તીર્ણ થયા?Pass થયા? એમ પૂછયું ત્યારે સહજતાથી “હા” નથી બોલાતી પણ "First Class' બોલાઈ જાય છે તેમાં બીજરૂપે સ્વપ્રશંસા છે. (૨) પરનિંદા’ - “કોઈની સાચી પણ વાત તેની ગેરહાજરીમાં તેને ઉતારી દેવા માટે બોલાવી તેનો સમાવેશ નિંદામાં થાય છે. (૩) અસત્ય' - સજનને હિતકારી તે સત્ય છે. તેવું જ બોલવું. એક જૂઠ સો જૂઠની જન્મદાત્રી બનતી હોય છે માટે તેનાથી દૂર રહેવું. (૪) “અપ્રિય' - “કાણાને કાણો નવિ કહીએ, ખોટા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ, શાને ખોયાં નેણ ?" બોલે તોલ મપાય.' એટલે વિચારીને બોલવું. અપ્રિય બોલવાથી બીજાના ભાવપ્રાણ હણાય છે. તેથી સાચી પણ અપ્રિય વાત ના કહેવી. (૨૯). Page #35 -------------------------------------------------------------------------- ________________ (૫) વ્યર્થ' - મહાન પુણ્યથી ઘણા ઓછા જીવોને વાણીની શક્તિ મળી છે તેનો વ્યર્થ વપરાશ બંધ કરી દેવો. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરી શકે છે. વીતી ગયેલી ઘટનાઓ પાછળ કે કાલ્પનિક ભાવિની ચિંતા પાછળ વપરાયેલા શબ્દો વ્યર્થ સમજવા. ન બોલવામાં નવ ગુણ નીતિશાસ્ત્ર કહ્યા છે. નાના-મોટાની મર્યાદા જળવાય. ૨), વાદ-વિવાદથી બચી જવાય. ) અસત્યથી બચી જવાય. ૪) સંબંધો બગડે નહીં. પ) રાગ-દ્વેષ-કલેશની પરંપરા વધે નહીં. ૬) પસ્તાવાનો વખત ન આવે. ૭) વૈર-વિરોઘ થાય નહીં. ૮) ક્રોધ-કષાય થતાં અટકે. ૯) કર્મબંઘ ઓછા થાય. (૩૦). Page #36 -------------------------------------------------------------------------- ________________ Columnies are answered best with silence. સંઘર્ષનો જવાબ મૌનથી શ્રેષ્ઠ રીતે અપાય છે. કાયાની નિર્મળતા કાયા રૂપી નોકરને બે વસ્તુ માટે સજ્જ બનાવો. (૧)કાયાને પાપમાં જોડવી નથી, કારણકે પાપો એ દુ:ખોની આમંત્રણ પત્રિકા છે. માટે ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક કરવો. પાપની પ્રવૃત્તિમાં ક્ષણનું સુખ, મણનું પાપ, ટનનું દુ:ખ રહેલું છે. કદાચ તમે પાપની પ્રવૃત્તિ ન રોકી શકતા હો તો વૃત્તિમાં તેનું જોડાણ તોડો. (૨) સંતોએ કહેલા સત્કાર્યોમાં કાયાને જોડો. આ રીતે જ ધર્મની શરૂઆત છે. પાપની શરૂઆત મનથી છે. કારણકે અનાદિના સંસ્કારો છે અને ધર્મની (૩૧) Page #37 -------------------------------------------------------------------------- ________________ શરૂઆત કાયાથી, કારણકે નવા સંસ્કારો પાડવાના છે. પીવાની દવા માત્ર ચોપડવાથી જો રોગમુક્તિ થતી નથી, તો પછી મનના સ્તરે લઈ જનારા ધર્મને માત્ર કાયાના સ્તરે જોડવાથી ઘર્મનો આસ્વાદ કેવી રીતે આવશે ? આ પ્રમાણે મન, વચન, કાયાને સંદેશ આપવાનો છે કે તારે યથેચ્છ રહેવાનું નથી પણ સઓજ્ઞાન, સમ્યગ્દર્શન અને સખ્યચ્ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતે તારે રહેવાનું છે. અને તુચ્છ ચીજ માટે, ઉછીનો ન મળે, બહારથી ન મળે તેવો સ્નેહ કદી છોડવો નહીં અને તે માટે હૃદયનો વિકાસ કરવો અને બુદ્ધિની દખલગીરીથી મુક્ત રહેવું. તે માટે વાંચો.. ધરતી પરનું સ્વર્ગ (૩૨) Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક : “ધર્મથી જીવનમાં શાંતિ મરતાં સમાધિ પરલોકમાં સગતિ ને પ્રાન્ત સિદ્ધિ મળે છે.” તો ક્રિયાત્મક અને ગુણાત્મક ઘર્મને સમજતાં પહેલાં જાણવું જરૂરી છે કે મનુષ્ય જન્મ, શાસ્ત્રશ્રવણ, વિવેક અને આચરણ આ ચારે વસ્તુ અત્યં દુર્લભ છે. દુર્લભતાનું જ્ઞાન તેના અપવ્યયને રોકે છે. ત્રણ દિવસની રણની મુસાફરી માટે ૩ જગ પાણી મળ્યું હોય તો તેનાથી આપણે વસ્ત્ર ધોતા નથી, અરે, ઓછી તરસે પીતા નથી અને વઘુ તરસે પણ ઓછું પીએ છીએ. તેવી જ રીતે મનુષ્યાય દુર્લભ છે તેનો ઉપયોગ નીચેની ચાર બાબતમાં ન કરવો જોઈએ. જો કરતાં હોઈએ તો સમજવું કે રણનું પાણી ગટરમાં નાખીએ છીએ. (A). Page #39 -------------------------------------------------------------------------- ________________ (૧) ભૌતિક વસ્તુનું આકર્ષણ ન રાખવું. ફેશન, વ્યસન અને અનુકરણ ત્રણ આપણાં મોત છે. વ્યસનના સંદર્ભમાં વિચારવું કે જેની ખરાબી, નિરર્થકતા જાણ્યા પછી પણ જો છુટાતું નથી તો તે વ્યસન છે. આત્માનું સૌંદર્ય જોયા પછી આ ટકી શકતું નથી. (૨) નિષેધાત્મક વિચારણા ન કરવી. સાચા સમીકરણોની શોધ આપણને આનાથી મુક્ત કરે છે. દા.ત. * પુણ્યથી વધારે મળતું નથી, સમયથી પહેલાં મળતું નથી. જ્વરગ્રસ્ત દર્દી પ્રત્યે સહાનુભૂતિ છે. જે કર્મગ્રસ્ત જીવો પ્રત્યે કેમ નહીં? (B). Page #40 -------------------------------------------------------------------------- ________________ વળી, કર્મકૃત પરિસ્થિતિની સામે આત્મ સહજ સ્થિતિ વિચારો. (૩)જલ્દીથી પ્રતિક્રિયા ન આપતાં પ્રત્યેક વર્તન અને વિચાર પર વિવેકની ચોકી મૂકવી. દા.ત. ગુસ્સો ઓછો કરવા માટે તે જ વ્યક્તિ જોડે તે જ વાતની સમીક્ષા કરવી. Z મનથી નબળા જીવો સામે બળવો ન કરવો. તનથી નબળા જીવો સાથે કામ કરવાની લુચ્ચાઈ ન કરવી. ધનથી નબળા જીવો પાસે વિશેષ માંગણી ન કરવી. આધિ અને વ્યાધિથી ગ્રસ્ત જીવોની તેમના મનને અનુરૂપ સેવા કરવી. આપણા મનને અનુરૂપ નહિ. (C) Page #41 -------------------------------------------------------------------------- ________________ * જન્મ-જરાના ફેરા નિવારવા માટે શુભયોગનું લક્ષ્ય રાખવું. શુભયોગ એટલે આત્મવંચના સિવાયનું જીવન. અંતરના અજવાળા પામવા માટે બાહ્યજીવન નિષ્પરિગ્રહી અને નિર્દંભી જોઈએ. વિવેકી જીવન કોઈને નડતર રૂપ ન હોય. કોઈનું વર્તન તેને નડતર રૂપ ન હોય. અધિકારની વિચારણા ન ક૨વી. તે માટે ‘‘ધરતી પરનું સ્વર્ગ' વાંચો. D (n) Page #42 -------------------------------------------------------------------------- ________________ હરહી છું. &@s? પ.પૂ. શ્રી અરિહંતસિધ્ધસૂરિ સગુરુભ્યો નમઃ મૂલ્ય: વિવેકપ્રાપ્તિ પ.પૂ. ગુરુદેવશ્રી લાવણ્યશ્રીજી મહારાજ સાહેબના શિખ્યા નંદીયશાશ્રીજી મહારાજ (૧) Page #43 -------------------------------------------------------------------------- ________________ તમામની સાથે ફાવે તમામ વસ્તુ ભાવે તમામ વિના ચાલે આ જીવનમંત્ર બનાવી દો, ન્યાલ થઈ જશો. જીવો પ્રત્યે સ્નેહ દર્શન જગત પ્રત્યે સત્ય દર્શન E કરવાથી સાધના સપ્રાણ બને છે. जगत्कायस्वभावौ च . संवेगवैराग्यार्थम् ॥ (૨) Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં પ્રત્યેક વ્યક્તિ જોડેના સંબંધો વિવેકપૂર્વક રાખવાથી ધરતી ઉપર સ્વર્ગના સુખનો આસ્વાદ મળે છે. આ માટે શું કરવું? - મોટાને માન આપવું એટલે વડીલોને હૃદયથી જોવા, બુદ્ધિથી નહીં. - નાનાને ઈનામ આપવું એટલે બીજાની ભૂલોને માફ કરવી. જાતને કામ આપવું - સત્સંગ અને સહુવાંચન કરવું. મોટાને માન આપવું એટલે તેમને પગે લાગવું, તેમના ઊપકારોને જીવનમાં યાદ રાખવા, આપણા વ્યકિતત્વના વિકાસ પાછળ એમના અસ્તિત્વનો મહદ્ અંશે ફાળો છે એ ન ભૂલવું, આપણે તેમનું કામ કરવું, તેમના સદ્દભૂત (Real ગુણોના વખાણ કરવા, કદાચ કર્મવશાત તેમનામાં કોઈ અવગુણ વિ. હોય તો તેને ઢાંકવા, ને મા-બાપ, ભાઈ-ભાભી, કાકા-કાકી, વિ. જે કોઈ વડીલ હોય તેને દુ:ખ ન થાય તેની સતત કાળજી રાખવી. મા-બાપે સંતાનોનું બુધ્ધિથી પૃથકકરણ કર્યું નથી. પણ તેઓ માત્ર હૃદયથી પ્રેમ આપી સંતાનોને મોટા કરે છે. તો સંતાનોએ પણ પોતાની નૈતિક ફરજને અદા કરતા વડીલોને હૃદયથી જોવા જોઈએ. બુદ્ધિથી નહિ. જેની બુદ્ધિ સત્ય તરફ ગતિ કરે છે, તે બુદ્ધિશાળી બને છે. જેની બુધ્ધિ “અહં' તરફ ગતિ કરે છે, તે બુદ્ધિજીવી બને છે. અહીં હૃદય અને બુદ્ધિના તફાવતમાં બુદ્ધિજીવીની બુધ્ધિની વિવલા છે. (૩). Page #45 -------------------------------------------------------------------------- ________________ હૃદય (૧) હૃદય પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. આપણા પુણ્યથી જે કાંઈ મળ્યું છે તેનો સ્વીકાર કરી શાંત રહેવું જોઈએ. In the world, everything is an order. It makes you forget yours complaints. વિશ્વમાં બધું જ વ્યવસ્થિત છે. એનું ભાન તમારી ફરિયાદોને ભૂંસી નાખે છે. (૪) Page #46 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ (૧) બુદ્ધિ પરિસ્થિતિનો સામનો કરે છે. મોહાધીન બુદ્ધિ પોતાને મળેલી પ્રતિકૂળ પરિસ્થિતિનો અસ્વીકાર કરે છે એટલે તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. પણ જગતમાં અન્યાય થતો જ નથી. આપણી પરિસ્થિતિ આપણા કર્મોને આધીન છે. એટલે સમજવું જરૂરી છે, નહીંતર આર્તધ્યાન થવા સંભવ છે. (૫) Page #47 -------------------------------------------------------------------------- ________________ હૃદય (૨) હૃદય બીજાના સુખને કેન્દ્રમાં રાખે છે. માતા બાળકના સુખ ખાતર પોતે સહર્ષપણે દુઃખ વેઠે છે. શાક ઓછું હોય તો બાળકને આપે છે પોતે ખાતી નથી. વળી અહીં વળતર મેળવવાની ઈછા પણ હોતી નથી. (૩)હૃદય પાસે સમાધાનની કળા છે. સુખી જીવનની ચાવી છે. (Art of compromine) ગમે તેવી પરિસ્થિતિમાં પણ મન:સ્થિતિ સમાન રાખવી જરૂરી છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ (૨) બુદ્ધિ પોતાના સુખને કેન્દ્રમાં રાખે છે. બીજાનું જે થવું હોય તે થાય. મારું પહેલા કરી લઉં એ સ્વાર્થી વિચારણા અહીં પ્રધાનપણે વર્તે છે. અહીં કષાયો - ક્રોધ, માન, માયા, લોભ વિ. ની તીવ્રતા હોય છે. (૩) પોતાનું ધાર્યું ન થાય તો બુદ્ધિ સંઘર્ષ કરે છે, પોતાની મનઃસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિ ફેરવવા જાય છે એટલે નિષ્ફળ બનતા પોતે દુઃખી થાય છે અને બીજા સહવર્તીને પણ દુ:ખી કરે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪) હૃદય પોતાની ફરજનો વિચાર કરે છે. ફરજનું પાલન સ્વાધીન છે. કોઈ ગમે તે કરે, આપણે શું કરવું ? તે આપણી વિવેકશકિત (i.e. Discrimination Power) ઉપર આધાર રાખે છે. માત્ર ફરજનો વિચાર કરે તો વ્યકિત સુધરતા સમાજ સુધરશે, સમાજ સુધરતાં દેશ, રાષ્ટ્ર, વિશ્વ સુધરશે. આ બઘાના પાયામાં પોતાની ફરજ અદા કરવા માટેની ઉત્સુકતા છે. બીજાએ ફરજ અદા ન કરી હોત તો આપણે કેટલા હેરાન થાય? એ જ રીતે આપણે ફરજ પ્રત્યે ઉપેક્ષિત રહીશું તો એના EDİCLELQLL Olsel. Man is a social animal. He can not waste his life as he likes. ફરજનાં પાલનથી કર્તવ્યપાલન કર્યાનું સ્વતંત્ર, instant - સુખ મળે છે. એ સુખ પાસે અધિકારોથી મળતા સુખો તુચ્છ છે. અસાર છે, છે. એટલે નગણ્ય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪) બુદ્ધિપોતાના અધિકારોનો વિચાર કરે છે. પણ વસ્તુ સ્થિતિ જોતાં અધિકારની પ્રાપ્તિ સામાની પાત્રતા અને આપણા પુણ્યને આધિન હોવાથી પરાધીન છે. માત્ર અધિકારનો વિચાર છે તે પશુતા છે. ‘‘I and Mine'' હું અને મારૂં આજ વાતને કેન્દ્રમાં રાખનાર માત્ર બુદ્ધિનો દુરુપયોગ કરે છે. બીજાને બુદ્ધિબળથી ફસાવનાર પોતે પૂર્વપુણ્યના ઊદયથી સુખી હોય તો પણ ભવાંતરે લાંબા કાળે દુ:ખી જ થશે. એ વિશ્વ વ્યવસ્થાની Cosmic order ની સુનિશ્ચિત વાત છે. ‘‘સત્તા અને અધિકાર વધતા શું વધ્યું ? તે તો કહો : વધવાપણું સંસારનું, કાં અહો રાચી રહો' દુર્બુદ્ધિ એ ફુગાવો છે, પોતે બગડે છે અને બીજાને બગાડે છે અને એમ કરતા સમાજ, દેશ, રાષ્ટ્ર, વિશ્વ બગડે છે. આ પ્રદુષણ (Pollution) અત્યંત ખરાબ છે. એની ઝેરી અસરથી બુદ્ધિજીવી આજે ફરજથી ભ્રષ્ટ થઈને દુર્ગુણોનો ચેપ લગાડે છે. આવું આપણાથી ન થાય તે વિચારવું. (૯) Page #51 -------------------------------------------------------------------------- ________________ (૫)હૃદય પાસે લાગણી છે. કૃતજ્ઞતા છે. - ગુજરાતી ભાષામાં એક કહેવત છે “માં જુએ આવતો અને બૈરી જુએ લાવતો. હૃદય વિચારે છે, હું કોને કઈ રીતે ઉપયોગી બની શકે તેમ છું? આવી વિચારણાથી ને આવી વર્તણૂકથી આપણને પરોપકાર ગુણજન્ય સુખનો અનુભવ મળે છે. આપણી પાસે પૈસા, શક્તિ વિ. નાં માનસિક સુખ લોભજન્ય સુખ (?) છે. જ્યારે પૈસા, શક્તિ વિ. થી બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીએ તો બીજાના સુખમાં સહભાગી બનવાનું સુખ અને પુરીપળે છે. હૃદયની લાગણી વડીલો પ્રત્યે Total Unconditional surrender ziygi faltal24 સમર્પણથી વ્યકત થાય છે. (૧૦) Page #52 -------------------------------------------------------------------------- ________________ (૫) બુદ્ધિ પાસે માંગણી છે. બીજા મને કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેની ભાવના પ્રધાનપણે હોય છે. આમાં કદાચ ભૌતિક લાભ મળે પણ એ લાભ આત્મિક ઉન્નતિ પાસે કાંઈ નથી. કર્મના ઉદયથી મળતું ઔદયિક ભાવનું સુખ તુચ્છ છે. કર્મના ક્ષયોપશમમાંથી મળતું આત્મિક સુખ અસીમ છે. વળી સંસારનું સુખ માંગવાથી મળતું નથી. પુણ્ય પ્રમાણે જ મળનાર છે. તો શા HI? Hizg ? First deserve then desire. પહેલા યોગ્ય બનવું પછી ઈચ્છા કરવી. માંગવા કરતાં મરવું સારું. જે હોય તેમાં જીવવું. બીજાની વસ્તુની ઈચ્છા પણ ન કરવી, કારણ કે આપણી નથી. બની શકે તો બીજાને આપવું પણ લેવાની વૃત્તિ ના રાખવી. સેવા કરવી એ પુણ્યોદય છે. સેવા લેવી એ પાપોદય છે. એમ પોતા માટે અવશ્ય વિચારવું. (૧૧) Page #53 -------------------------------------------------------------------------- ________________ (૬)હૃદય હંમેશા પોતાની ભૂલોને જએ છે. સ્વદોષદર્શન એ હૃદયનાં વિકાસની નિશાની છે. મેં કોઈને ગ્લાસ આપ્યો, પડી ગયો, હવે હું વિચારું કે બોલું કે તમે કેમ ગ્લાસ બરોબર લીધો નહીં? ત્યારે સામેની વ્યક્તિ કહે કે તમે કેમ ગ્લાસ છોડી દીધો ? તો બન્નેએ બુદ્ધિ વાપરી અને હું કહું કે મારી ભૂલ કે તમે બરોબર પકડ્યો છે કે નહીં? તે ચોકસાઈ કર્યા સિવાય ગ્લાસ છોડી દીધો! અને સામેની વ્યક્તિ પણ વિચારે કે મેં સમયસર લીધો નહીં તે મારી ભૂલ. આમ બધા જ પોતાની ભૂલો જોઈ સુધારે તો આત્મકલ્યાણ થઈ જાય. IE , (૧૨) Page #54 -------------------------------------------------------------------------- ________________ (૬)બુદ્ધિ હંમેશા બીજાની ભૂલ જુએ છે. પરદોષદર્શન એ બુદ્ધિનું સહજ કાર્ય છે. અહંકારની પ્રધાનતા હોવાને કારણે જીવને પોતાની ભુલો જલ્દી સમજાતી નથી, કદાચ સમજાય તો જીવ સ્વીકારવા તૈયાર થતો નથી અને કદાચ સ્વીકારે તો છોડવા માટેનું સત્ત્વ હોતું નથી અને કદાચ છોડે તો પણ તેનું સાતત્ય જાળવી રાખવું એ તેના માટે દુષ્કર બને છે અને માટે જીવનો વિકાસ પણ થતો નથી. બુદ્ધિનો વિકાસ પોતાની ભૂલો શોધવામાં અને શરીરથી જુદો મારો આત્મા છે. એનો નિર્ણય કરવામાં છે. બુદ્ધિનો વિનાશ ભુલનો બચાવ કરવામાં છે. So never try to justify your faults. (૧૩) ; Page #55 -------------------------------------------------------------------------- ________________ (૭) હૃદયમાં કૃતજ્ઞતા .e. acceptance of other's obligations elu .. હૃદય પોતાના ઉપર થયેલા બીજાના પરોપકારોને સતતપણે યાદ કરી, નમ્ર અને પરોપકાર-તત્પર બને છે. (૮)હૃદય સંવેદનશીલ છે. એટલે બીજાની લાગણીને જલ્દીથી સમજી શકે છે અને સ્વાદુવાદ સિધ્ધાંતોનો ઉપયોગ કરી શકે છે. અહીં સાચું તે મારું એવી મનોવૃત્તિ હોય છે. (૯) હૃદયની ભાષા છે, સારૂં ગમશે, ફાવશે. 'હું સંમત છું. all right; ok, તહત્તિ એ હૃદયનો રણકાર છે. આપણે એકબીજાને સમજીએ તો સારું એવી હદયશાલીની માન્યતા હોય છે. (૧૪) Page #56 -------------------------------------------------------------------------- ________________ (૭)બુદ્ધિમાં અહંકાર હોય છે, અને માટે બીજા ઉપર કરેલા ઉપકારોને સતત યાદ રાખી અક્કડ બને છે. અક્કડતા એ શબની પહેચાન છે. એ વાત બુદ્ધિજીવીઓએ ભુલવા જેવી નથી. (૮) બુદ્ધિ કઠોર છે. બીજા પ્રત્યે કોમળ નહીં હોવાને કારણે બીજાની લાગણી પ્રત્યે નિર્ધ્વસ બને છે અને એકાંતવાદનો આશ્રય કરે છે. અહીં મારૂં તે સાચું એવી મનોવૃત્તિ હોય છે. (૯) બુદ્ધિની ભાષા છે. Why ? How ? આ બુદ્ધિજીવીઓની ગુંચ છે. ‘‘આ હું નહીં ચલાવી લઉં'', તમારા કરતા મારા વિચારો જુદા છે, થાય તે કરી લો. આવી મનોવૃત્તિ આવકાર્ય નથી. બુદ્ધિ બીજાના અભિપ્રાયોને જોવા માટે રસ ધરાવતી નથી. (૧૫) Page #57 -------------------------------------------------------------------------- ________________ (૧૦) હૃદય બીજાની ભૂલને માફ કરે છે. આ માણસ માત્ર ભૂલને પાત્ર. To err is human. ન ભુલે તે ભગવાન. To confess is divine. પ્રભુ આપણી બધી ભૂલોને ભૂલી જઈ પ્રેમથી આવકારે છે તો પ્રભુના ભકત તરીકે આપણી પણ ફરજ છે બીજાની ભૂલને ક્ષમા આપીએ. (૧૧) હદય બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર આક્ષેપ કરતું નથી. એટલે કે કોઈ ભાઈ, બેન જોડે આત્મીયતાથી વાત કરતા હોય તો તેના માટે હદય જલદીથી ખોટો વિચાર કરતું નથી અને પોતાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિની જરૂર તપાસ કરે છે. દા.ત. આજે મેં ગુસ્સો કર્યો, તેમાં અહંકાર તો કારણ નથી ને? મેં વ્યવસ્થા માટે ગુસ્સો કર્યો છે ને? મારી અવસ્થા તો ગુસ્સામય નથી થઈ ને ? અવસ્થાનું માપક યંત્ર શું? તમે જેના ઉપર ગુસ્સો કર્યો છે તેના પ્રત્યે જો હમદર્દ હો તો વ્યવસ્થા માટેનો ગુસ્સો છે. દા.ત. તમે સકારણ નોકર ઉપર ગુસ્સો કર્યો, બે દિવસનો પગાર પણ કાપી લીધો. (૧૬) Page #58 -------------------------------------------------------------------------- ________________ (૧૦) બુદ્ધિ બીજાની ભૂલને સજા કરે છે. બીજાને બતાવી દઉં એવી મનોકામના અહીં હોય છે. પોતાનો અહંકાર આના દ્વારા આગળ આવે છે. બીજાનું સ્થાન ભ્રષ્ટ થાય તે માટે તમામ પ્રયત્નો અહીં થતા હોય છે. (૧૧) બુદ્ધિ બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર જલદી આક્ષેપ કરે છે. અને એના માટે ખોટા અભિપ્રાયો બાંધી ગોબેસ પ્રચાર કરવા સુધી તે પહોંચી જાય છે અને પોતાની આવી પ્રવૃત્તિ જોઈને વૃત્તિની તપાસ કરવાને બદલે પોતાની ભૂલને વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરે છે. અંતર્મુખતા ન હોવાના કારણે બુદ્ધિ બહિર્મન બની બીજા ઉપર દોષોનું આરોપણ કરવા સજ્જ બને છે. તા.ક. : બુદ્ધિ જ્યારે સન્માર્ગે પ્રવર્તે છે ત્યારે તેનો હૃદયમાં સમાવેશ થઈ જાય છે. તે જીવ બુદ્ધિશાળી કહેવાય છે. પણ બુદ્ધિ જ્યારે ઉન્માર્ગે પ્રવર્તે છે ત્યારે બુદ્ધિજીવી બને છે. અહીં તેની નિંદા કરી છે. (૧૭) Page #59 -------------------------------------------------------------------------- ________________ છતાં તમને તે જીવ પ્રત્યે કુણી લાગણી છે. Soft corner છે, એની ખબર ક્યારે પડે ? બીજે દિવસે તેની પત્ની બિમાર હોવાનો તાર આવે અને તમે સામેથી ૫૦૦ રૂપિયા આપીને મોકલો તો તમારી તેના પ્રત્યેની કુણી લાગણી પુરવાર થાય છે. પૈસા ન હોય તો છેવટે વાત્સલ્ય તો હોય જ ને ? (૧૨) હૃદય મનઃ સ્થિતિને સુધારવા પ્રયત્ન કરે છે. (૧૮) : Page #60 -------------------------------------------------------------------------- ________________ બાકી સત્ - અસત, કર્તવ્યાકર્તવ્ય; ભલ્યાભઢ્ય, પૈયાપેય, નિત્યાનિત્યનો વિચાર કરનારી બુદ્ધિ તો દર્શન મોહનીયનાલયોપશમથી ઉત્પન્ન થઈ હોવાના કારણે પ્રશંસાપાત્ર છે. (૧૨) બુદ્ધિ પરિસ્થિતિને સુધારવા પ્રયત્ન કરે છે. (૧૯) Page #61 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસનનો ત્યાગ એ ધર્મ પામવાની ભૂમિકા છે. સામાન્યથી વિચારતા શિકાર, જુગાર, ચોરી, પરસ્ત્રીગમન, વ્યભિચાર, દારૂ અને માંસાહાર. આ સાતે વ્યસનો આપણા જીવનમાં જોવા મળતા નથી. પણ તેની વ્યાપક વ્યાખ્યાને જાણી, વિચારવામાં આવે તો આપણને પ્રત્યેક વ્યસનનાં ભોગ બનેલા પુરવાર થઈશું. આ વ્યસનોને દૂર કરવાનો ઉપાય પણ આમાં બતાવ્યો છે તેનું આલંબન લઈને આપણે સૌ તેમાંથી મુકત થઈએ. (૧)શિકાર: બંદુકથી પારેવાનો શિકાર કરનારા પણ જો વચનના બાણોથી બીજાને ઘાયલ કરતા હોય તો તે પ્રકારોતરનો શિકાર જ છે. ડૉક્ટરની જેમ નિદાન અને દવા બતાવવા-ભૂતકાળનું વિસર્જન એ જ દવા છે. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરી શકે છે. ભૂતકાળમાંથી બોધ લેવો તે ડહાપણ છે તેને વાગોળવો તે આત્તર્ધાન છે. (૨) જુગારઃ ઓછી મહેનતે વધુ લેવાની જુગારી વૃત્તિથી આજે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. તેની દવા તરીકે પોતાની ફરજ સંપૂર્ણણે બજાવવી અને બીજાનું મુલ્યાંકન કરી તેને જશ આપવો. Evaluate others (૨૦) Page #62 -------------------------------------------------------------------------- ________________ (૩)ચોરીઃ “અણહકનું લેવાની વૃત્તિ તે ચોરી છે.' પુણ્યથી વધારે અને સમયથી પહેલાં ન મળે. આ વાતનો સ્વીકાર કરવાથી સમતા સહેજે મળે છે. (૪) વ્યભિચાર-પરસ્ટીગમન : કોઈ સ્ત્રીને રાગથી અડતા જેમ બ્રહ્મચર્ય ખંડીત થાય છે. તેમ આંખોથી રૂપેરી પડદે સવિકાર નયણે જોતા પણ વ્યભિચાર સ્પષ્ટ છે. ટી.વી.ની અશ્લીલતાનો ત્યાગ એ જ દવા સમજાય છે. (૫) દારૂ: જેના વિના ન ચાલે એ નશો. કોઈપણ ઊત્તેજક intoxicant વસ્તુનો ત્યાગ કરવો. જીવનમાં સાદગી અપનાવવી. That man is richest whose needs are cheapest. LELL વિના ચાલે પણ ભગવાન વિના, ધર્મ વિના ન ચાલે એવું માનવું જરૂરી છે. (૭) માંસાહાર : જેમાં ત્રસ જીવોની (હાલતાચાલતા જીવોની) વિપુલ હિંસા થાય છે. તેનો પ્રકારમંતરે આમાં સમાવેશ થાય છે. તે માટે બહારનું હોટલનું વાસી વિ. ન ખાવું જોઈએ. (૨૧) Page #63 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના ૬ સ્થાન 6 STEPS OF RIGHT FAITH -આત્માર્થી સાધકે હંમેશા વિચારવું જોઈએ, હું શરીરથી જુદો છું, ભિન્ન છું. (૧) "હું આત્મા છું' શરીર મારું ભલે હોય, પણ હું નથી, હું તેનો ભોક્તા છું. તેનાથી પર છું. (૨) “આત્મા નિત્ય છે' અનુત્પન અવિનાશી જ્ઞાનાધાર એવો મારો આત્મા શાશ્વત છે. Eternal છે. (૩) આત્મા પ્રતિ સમય કર્મો બાંધે છે.” રાગ, દ્વેષ વિગેરે, અત્યંતર નિમિત્તે અને બીજાને દુ:ખ આપવું, વિ. બાહા નિમિત્તોને લઈને જીવો કર્મ બાંધે છે. (૪) આત્મા પોતે જ કરેલા કર્મના ફળને ભોગવે છે.” બીજા દુ:ખ આપે છે એ નાસ્તિક atheist ની belief-માન્યતા છે. મારા કર્મો દુ:ખ આપે છે. એ આસ્તિક theist ની belief માન્યતા છે. અને અહંકાર (Pride, attachment) વ. દોષો દુ:ખ આપે છે એ ઘર્મીની માન્યતા છે. મારા જ કર્મો, દોષો એ મારા સુખ, દુ:ખ માટે કારણ છે. આવી માન્યજી જીવ જગતને દોષનું નિમિત્ત માનતો બંધ થઈ જાય છે. પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. (૨૨) Page #64 -------------------------------------------------------------------------- ________________ (૫) મોક્ષ છે. બંધનની પ્રતિપક્ષ મોક્ષની સ્થિતિ પણ પ્રાપ્ત થઈ શકે છે. (૬) મોક્ષનો ઊપાય પણ છે. સાચું સુખ કોઈપણ પદાર્થમાં કે કોઈ વ્યકિતમાં નથી પણ આત્મગુણોના વિકાસમાં છે અને તે માટે સમ્યગદર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગ ચરિત્ર એ ઊપાય છે. (x)” પૈસાથી ચશમા મળે, પુણ્યથી આંખો મળે, ધર્મથી નિર્વિકારી દષ્ટિ મળે છે. સંસારનું સુખ ક્ષણિક છે, પરાધિન છે. ધીરે ધીરે ઓછું થાય છે. મોક્ષનું સુખ શાશ્વત છે. સ્વાધીન છે. એક સરખું રહે છે. સંસારનું સુખ કાલ્પનિક છે. તે સુખ એ દુ:ખનો પ્રતિકાર છે. સ્વતંત્ર સુખ નથી. સંસાર સુખ ભોગવતા પહેલા તૃષ્ણા, ભોગવતી વખતે અતૃપ્તિ અને ઈર્ષ્યા અને ભોગવ્યા પછી આકાંક્ષા રહે છે. મોક્ષનું સુખ અનુપચરિત એકાંતિક, આત્યંતિક છે. માટે તે માટે યત્ન કરવો. (૨૩) Page #65 -------------------------------------------------------------------------- ________________ જન્મવું એ ઘટના છે. જીવવું એ કળા છે. મરવું એ સાધના છે. આના માટે શરીરને બદલે આત્માને કેન્દ્રમાં રાખવાનું છે અને ભૌતિક સુખને બદલે આત્મિક હિતને કેન્દ્રમાં રાખવાનું છે. મોત સુધી તમને જે સાચવે છે તે સુખ છે. મોત પછી જે તમારું રક્ષણ કરે છે તે હિત છે. સખની પાછળ જે દોડે છે તે પદાર્થનો સંગ્રહ કરે છે. Materialistic Attitude ધરાવે છે. અને જેને હિત જોઈએ છે તે આત્માના ગુણોને કેન્દ્રમાં રાખવા તત્પર હોય છે. સામાન્યથી આપણે શરીરની તંદુરસ્તી સ્વજનનો પ્રેમ અને સંપત્તિની વિપુલતાને I સુખ સમજી તેના માટે પ્રયત્ન કરીએ છીએ પણ જીનશાસન સદબુદ્ધિની પ્રાપ્તિ સમાધાનની વૃત્તિ સગુણની પ્રાપ્તિ તરફ લક્ષ્ય ખેંચે છે. ( (૨૪) Page #66 -------------------------------------------------------------------------- ________________ છે S IT T W T W WIN I ( 20 : 0; . છે " 08 JWN BY ASKAS, said: START P જી કરી રહ્યા , 7 ) કો , તલ = 1 કી હતી. જો કે 6 જ છે સૌજન્ય : અનીલાબેન એ. દલાલ (પ્રોફેસર) Tii છેલો કોઈ કરી આપી ' જાણો જ ફwwwછે. fi રજર જ છે ? કરે છે પ્રેરણા : પૂ.નંદીયશાશ્રીજી મ. સાહેબના શિષ્યા પૂ. નમ્રાનનાશ્રીજી મ. ! ' This ધરોઝ કાપડિયા = 9:2040 12 ' t " " . . જી