________________
(૧) “સ્વપ્રશંસા' - અનાયાસપણે થઈ જતા પોતાના વખાણને ધ્યાનથી અટકાવવાના છે. કોઈએ માત્ર ઉત્તીર્ણ થયા?Pass થયા? એમ પૂછયું ત્યારે સહજતાથી “હા” નથી બોલાતી પણ "First Class' બોલાઈ જાય છે તેમાં બીજરૂપે સ્વપ્રશંસા છે. (૨) પરનિંદા’ - “કોઈની સાચી પણ વાત તેની ગેરહાજરીમાં તેને ઉતારી દેવા માટે બોલાવી તેનો સમાવેશ નિંદામાં થાય છે. (૩) અસત્ય' - સજનને હિતકારી તે સત્ય છે. તેવું જ બોલવું. એક જૂઠ સો જૂઠની જન્મદાત્રી બનતી હોય છે માટે તેનાથી દૂર રહેવું. (૪) “અપ્રિય' -
“કાણાને કાણો નવિ કહીએ, ખોટા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ, શાને ખોયાં નેણ ?"
બોલે તોલ મપાય.' એટલે વિચારીને બોલવું. અપ્રિય બોલવાથી બીજાના ભાવપ્રાણ હણાય છે. તેથી સાચી પણ અપ્રિય વાત ના કહેવી.
(૨૯).