________________
(૫) વ્યર્થ' - મહાન પુણ્યથી ઘણા ઓછા જીવોને વાણીની શક્તિ મળી છે તેનો વ્યર્થ વપરાશ બંધ કરી દેવો. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરી શકે છે. વીતી ગયેલી ઘટનાઓ પાછળ કે કાલ્પનિક ભાવિની ચિંતા પાછળ વપરાયેલા શબ્દો વ્યર્થ સમજવા. ન બોલવામાં નવ ગુણ નીતિશાસ્ત્ર
કહ્યા છે. નાના-મોટાની મર્યાદા જળવાય. ૨), વાદ-વિવાદથી બચી જવાય.
) અસત્યથી બચી જવાય. ૪) સંબંધો બગડે નહીં. પ) રાગ-દ્વેષ-કલેશની પરંપરા વધે નહીં. ૬) પસ્તાવાનો વખત ન આવે. ૭) વૈર-વિરોઘ થાય નહીં. ૮) ક્રોધ-કષાય થતાં અટકે. ૯) કર્મબંઘ ઓછા થાય.
(૩૦).