________________
તો થઈ શકે છે. કારણકે તે સ્વાધીન છે. તેમાં પુરુષાર્થની મુખ્યતા છે.
મૂળ વાત, ગુસ્સાનો વિજય ક્ષમાથી કરવાનો છે. અભિમાનનો વિજય નમ્રતાથી કરવાનો છે. માયાનો વિજય સરળતાથી કરવાનો છે. લોભનો વિજય સંતોષથી કરવાનો છે.
ઉપર બતાવેલા દસ સ્ટેપમાંથી પસાર થઈએ તો ગુસ્સો નાબૂદ થઈ શકે છે. છેવટે તેની તીવ્રતા અને ઝડપ તો ઘટે જ છે.
**
આ પ્રમાણે મનને ચાર હુકમ આપ્યા પછી ‘વચન' ને કહેવાનું છે કે :
વચનની સ્વચ્છતા
બોલેલા શબ્દોના તમે ગુલામ છો અને ન બોલેલા શબ્દોના તમે માલિક છો. ‘વચન'રૂપી નોકરને કહી દો કે તારે પાંચ વસ્તુ બોલવાની નથી.
(૨૮)