________________
“જીવનમાં આવ્યા કરે, પાનખર અને વસંત, પણ મનની મમતા છુટે તો સુખ, શાંતિ અનંત.”
મમતાને તોડવા માટે પુદ્ગલનું સ્વરૂપ વિચારવું જેથી તેનું આકર્ષણ ઓછું થાય. (૫) કાળઃ સમયે જ કાર્ય થાય છે. તો યોગ્ય સમયની રાહ જુઓ અને ધીરજ ગુણ કેળવો. પણ ગુસ્સો ન કરો. અપેક્ષા અને અધીરાઈપર જીત મેળવશો તો આવેશ પર જીત મેળવી શકશો. ,
સામાન્યથી પ્રત્યેક કાર્યમાં પાંચ કારણો અવશ્યપણે જોઈએ જ. પણ સંસારમાં કર્મની મુખ્યતા છે. પુરુષાર્થ ગૌણ છે જ્યારે ધર્મક્ષેત્રે પુરુષાર્થની મુખ્યતા છે. નસીબ, કર્મ ગૌણ છે. પણ અજ્ઞાની જીવો સંસારમાં પ્રચંડ પુરુષાર્થ કરે છે અને ઘર્મમાં પ્રમાદ સેવે છે.
તમે નક્કી કરો કે આજે ૫,૦૦૦ રૂ. કમાવવા છે તો શક્ય થાય પણ ખરું અને ન પણ થાય. ઘર્મમાં નક્કી કરો કે આજે પાંચ સામાયિક કરવા છે,
(૨૭)