________________
(૫) બુદ્ધિ પાસે માંગણી છે.
બીજા મને કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેની ભાવના પ્રધાનપણે હોય છે. આમાં કદાચ ભૌતિક લાભ મળે પણ એ લાભ આત્મિક ઉન્નતિ પાસે કાંઈ નથી. કર્મના ઉદયથી મળતું ઔદયિક ભાવનું સુખ તુચ્છ છે. કર્મના ક્ષયોપશમમાંથી મળતું આત્મિક સુખ અસીમ છે. વળી સંસારનું સુખ માંગવાથી મળતું નથી. પુણ્ય પ્રમાણે જ મળનાર છે. તો શા HI? Hizg ? First deserve then desire. પહેલા યોગ્ય બનવું પછી ઈચ્છા કરવી. માંગવા કરતાં મરવું સારું. જે હોય તેમાં જીવવું. બીજાની વસ્તુની ઈચ્છા પણ ન કરવી, કારણ કે આપણી નથી. બની શકે તો બીજાને આપવું પણ લેવાની વૃત્તિ ના રાખવી. સેવા કરવી એ પુણ્યોદય છે. સેવા લેવી એ પાપોદય છે. એમ પોતા માટે અવશ્ય વિચારવું.
(૧૧)