________________
કાર્યોમાં વિદન નહીં આવે ને પાપ કર્મની હાજરીમાં કાર્યોમાં વિઘ્ન આવશે. આના પરથી એ સિદ્ધ થાય છે કે ગયા ભવનો પુરુષાર્થ એ આ ભવનું કર્મ બને છે અને આ ભવનો પુરુષાર્થ એ આગામી ભવ માટે કર્મ બની રહેશે. તો હંમેશા સારા કાર્યોમાં રસ કેળવવો એટલે સુકૃતનો પક્ષ કરવો. આ ગુણથી કોલસાની દલાલી અટકી જશે. સારા કામની દલાલી ચાલુ થશે. ‘કર્મ' નામનું તત્ત્વ વર્તમાન કાળના પ્રતિ પળના વલણ, વચન, વર્તન પર વિવેકની ચોકી મૂકી સારા કાર્યો કરવામાં ઉત્સાહ માટે મનને સજ્જ બનાવશે.
(૩)નિયતિ=ભવિતવ્યતા=Destiny. ભગવાનના જ્ઞાનમાં જે જોયું છે તે બની રહ્યું છે. જે બનવા યોગ્ય છે તે બને છે એમ સમજી નિરીહતા ગુણ કેળવવો. ઈચ્છારહિત બનતા જવું.
અહીં પ્રશ્ન થાય કે નિયતિને સલામ ભરવાથી પુરુષાર્થની હાનિ થશે. પણ ના, ‘‘ભગવાને જે જોયું છે તે થાય છે.'' તે વાત સંપૂર્ણ સાચી છે. પણ
(૨)