________________
પાંચ સમવાય કારણની સમજણ અને તેના માધ્યમથી આત્મામાં ગણોની કેળવણી કરવાની પ્રક્રિયાઃ (૧) પુરુષાર્થ: કોઈ પણ કાર્ય પ્રયત્ન વિના સિદ્ધ થતું નથી. એટલે સતત, નિરંતર ઉત્સાહથી કામ કરતા જવું. કોઈ પણ કાર્ય તરત કરવું, જાતે કરવું, સરસ કરવું અને પૂરું કરવું-આવો અપ્રમત્ત ગુણ કેળવવો. કાર્યને અવવચ્ચેથી અલવિદા ન આપવી પણ તે માટે તનતોડ, મનમોડ પુરુષાર્થ કરવો. ઉત્સાહને ચાલક બળ બનાવવું તો અવશ્ય કાર્યસિદ્ધિ થશે. (૨) કર્મ ઃ કાર્યસિદ્ધિ માટે પુણ્ય-પાપ વિ. કર્મો પણ એક અગત્યનું અંગ છે. હકીકતમાં કર્મ એ ભૂતકાળના સવળા કે અવળા પુરુષાર્થની નીપજ છે. ભૂતકાળના સવળા પુરુષાર્થથી પુણ્ય કર્મ બંધાયું ને ભૂતકાળના અવળા પુરુષાર્થથી પાપકર્મ બંધાયું. અને તે કર્મ અત્યારે કાર્યatiઘવામાં સાધક કે બાઘક બની રહેશે. પુણ્યકર્મની સહાયમાં
(૨૪)