________________
ક્ષમા આવે છે. પરિસ્થિતિનું સર્જન કે વિસર્જન પરાધીન છે જ્યારે મનઃસ્થિતિનો વળાંક પ્રયત્નથી સાધ્ય છે, સ્વાધીન છે.
(૯) ગુસ્સો આવે ત્યારે ૧ નવકાર ગણીને, ૧, ૨, ૩, ૪, ૫ બોલીને અથવા અરીસામાં જોઈને બોલવું. કાળક્ષેપ એ ગુસ્સાના પાવરને ઓછો કરવા સક્ષમ છે.
(૧૦) ઈષ્ટ કાર્યની અસિદ્ધિમાં ગુસ્સો આવે ત્યારે તાત્ત્વિક દૃષ્ટિથી વિચારવું કે
-
કોઈ પણ કાર્ય પાંચ સમવાય કારણથી થાય છે. તો મારા કાર્ય માટે કયું કારણ ખૂટ્યું ? તે શોધીને તેની પૂર્તિ કરવાથી ગુસ્સો અટકે છે. ચા કરવી છે. ખાંડ, ચાની પત્તી, દૂધ, સ્ટવ બધું છે પણ લાઈટર નથી તો ગુસ્સો કરવાથી ચા થતી નથી, માચીસ લાવવાથી ચા થાય છે. તેની જેમ સાધકે પણ પ્રામાણિકતાથી વિચારીને ખુટતું કારણ લાવવું જેથી કાર્યસિદ્ધિ થાય.
(૨૩)