________________
।। શ્રી નીતિ-હર્ષ-મહેન્દ્ર-મંગલપ્રભ-અરિહંતસિદ્ધહેમપ્રભસૂરિ સદ્ગુરુભ્યો નમઃ ।। પ્રાસંગિક
યુનેસ્કોના બંધારણના આમુખમાં જણાવાયું છે કે યુદ્ધ પહેલાં મનમાં આવે છે પછી તેનો વચન અને કાયા દ્વારા અમલ થાય છે. તો યુદ્ધવિરામ ઈચ્છનારે સૌ પ્રથમ મનની માવજત કરવી અત્યંત આવશ્યક છે.
'
વાસ્તવિકતામાં માનવીનું મન ઊર્જાનો એક પૂંજ છે. ઊર્જામાં અનર્ગળ શક્તિ રહેલી છે. શક્તિ સતત ઉછાળા મારતી રહે છે. શક્તિના બે આયામો છે. જો તે વિસ્ફોટ તરફ વળે તો હિંસા અને વિધ્વંસ વે૨ે અને સર્જન તરફ ઢળે તો સાત્વિક આનંદમાં પરિણમે.
દુષ્ટ મન તે જ માનવીનો ખરો શત્રુ છે. શત્રુને ૫૨ાસ્ત ક૨વા માટે તેનો અન્નપૂરવઠો અને શસ્ત્ર પૂરવઠો ખતમ કરવો રહ્યો. ખોટા સમીકરણો, અસહ્ નિમિત્તો વિગેરે અન્ન પૂરવઠો છે અને તેમાં મનનું
(૧)