________________
જોડાણ એ શસ્ત્ર પૂરવઠો છે. આ બંનેને દૂર કરવા માટે આ પુસ્તિકાનું આયોજન થયેલું છે.
સંયોગો સતાવે નહીં, પરિસ્થિતિ પીડા ન કરે, ઘટનાઓ ઘા ન મારી શકે એવા મનનું આપણે નિર્માણ કરવું છે. તે માટે મનની પ્રક્રિયા સમજીએ. કોઈ પણ અવસરે મનમાં તરંગ ઊઠે છે. પછી તે તરંગ ઘટ્ટ બને એટલે વિચાર બને છે. પછી તે સહજરૂપે બનતાં અધ્યવસાયધારા નેશ્ચિત થાય છે. દા.ત. તમારે ભણવું છે એટલે બધાએ શાંતિ રાખવી જોઈએ એવો તરંગ ઊઠચો. પછી બધાને તમે કહ્યા કરી છો કે શાંતિ રાખો. હવે કોઈ અવાજ કરે છે તે દૃશ્ય જોઈને તમને વિચાર આવ્યો કે બસ, હવે અહીં નહીં વંચાય. પછી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય છે કે આ ક્યાંથી અહીં આવી ? આ અધ્યવસાય થયો. હવે રાગ, દ્વેષાદિ કાષાયિક પરિણતિથી જીવે અટકવું હોય તો મનને તરંગની અવસ્થામાં જ નિયંત્રિત ક૨વું રહ્યું અને તે માટે સાધકે દૃઢ નિર્ણય કરવો રહ્યો કે
—
-