________________
(૫) મોક્ષ છે. બંધનની પ્રતિપક્ષ મોક્ષની સ્થિતિ પણ પ્રાપ્ત થઈ શકે છે. (૬) મોક્ષનો ઊપાય પણ છે. સાચું સુખ કોઈપણ પદાર્થમાં કે કોઈ વ્યકિતમાં નથી પણ આત્મગુણોના વિકાસમાં છે અને તે માટે સમ્યગદર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગ ચરિત્ર એ ઊપાય છે. (x)” પૈસાથી ચશમા મળે, પુણ્યથી આંખો મળે, ધર્મથી નિર્વિકારી દષ્ટિ મળે છે.
સંસારનું સુખ ક્ષણિક છે, પરાધિન છે. ધીરે ધીરે ઓછું થાય છે. મોક્ષનું સુખ શાશ્વત છે. સ્વાધીન છે. એક સરખું રહે છે.
સંસારનું સુખ કાલ્પનિક છે. તે સુખ એ દુ:ખનો પ્રતિકાર છે. સ્વતંત્ર સુખ નથી. સંસાર સુખ ભોગવતા પહેલા તૃષ્ણા, ભોગવતી વખતે અતૃપ્તિ અને ઈર્ષ્યા અને ભોગવ્યા પછી આકાંક્ષા રહે છે. મોક્ષનું સુખ અનુપચરિત એકાંતિક, આત્યંતિક છે. માટે તે માટે યત્ન કરવો.
(૨૩)