________________
જેની અનુભૂતિ થઈ શકે છે. (૬) આત્મા પ્રેમ સ્વરૂપ છે. રાગ-દ્વેષ તેની વિકૃતિ છે.
પ્રેમમાં લાગણી છે. રાગમાં માંગણી છે. પ્રેમ આત્માશ્રિત છે. રાગ દેહાશ્રિત છે. પ્રેમમાં સમર્પણ છે. રાગ સ્વાર્થપ્રધાન છે. પ્રેમ વ્યાપક છે. રાગ સીમિત છે.
પ્રેમમાં કરી છૂટવાની વૃત્તિ છે. રાગમાં મેળવી લેવાની વૃત્તિ છે.
તેષ એ સ્વતંત્ર વસ્તુ નથી. પણ રાગમાં નિષ્ફળતા મળે ત્યારે દ્વેષ થાય છે. દ્વેષને સ્વતંત્ર પગ નથી. તે રાગના ખભા પર બેસીને આવે છે. માટે રાગને દૂર કરવાનો છે. (૪) આંત્મા આનંદ સ્વરૂપ છે. સુખ, દુ:ખ એ આનંદની વિકૃતિ છે. શાતા વેદનીય કર્મના ઉદયથી સુખ મળે છે. અશાતા વેદનીય કર્મના ઉદયથી દુ:ખ મળે છે. આત્મા તો આ બંનેથી પાર આનંદ સ્વરૂપ છે. અત્યારે ત્રણ વિકૃતિ આપણને સમસ્યા ઊભી કરે છે. તેનાથી મુકત થવા માટેની વિચારણા આ પુસ્તિકામાં કરી છે.
(૮)