________________
પણ આ તો દુ:ખપ્રતિકાર સુખ છે. સ્વતંત્ર સુખ નથી.
વળી ખાતી વખતે પણ ૨૫ ગુલાબજાંબુ ખાધા. પછી છવીસમું ખાવું નથી કે ખવાતું નથી ? તો જવાબ એ છે કે ખાવું તો છે પણ ખવાતું નથી.આથી અતૃપ્તિ બેઠી છે. ૨૫ ગુલાબજાંબુ પણ જો સુખ ન આપી શકે તો તેના ગુરૂત્વાકર્ષણમાંથી જીવે બહાર નીકળી જવા જેવું છે. વળી બીજાએ વધારે ખાધા હોય તો ઈર્ષ્યા પણ આવી શકે છે. એટલે ઈન્દ્રિયોના સુખના ભોગવટામાં પૂર્વે તૃણા ભોગકાળે અતૃપ્તિ અને ઈર્ષ્યા અને ભોગ પછી આકાંક્ષા રહે છે કે કયારે ફરી આવું સુખ મળે ? આમ ઈન્દ્રિયોથી મળતા સુખોનું પોસ્ટમોર્ટમ કરીએ તો તેની પૂર્વ, વર્તમાન અને ભાવિની ત્રણ અવસ્થામાં દુ:ખ છે. છતાં મોહરાજા વિપરીત બોઘ કરાવીને તેમાં સુખ મનાવે છે.
આમ ભૌતિક સુખ કાલ્પનિક છે. વાસ્તવિક સુખ આત્મગુણોના વિકાસમાં છે. આનો નિર્ણય કરી અજ્ઞાનથી મુકત થવાનું છે. સદાચાર અને સંતોષ એ આત્મિક ગુણ છે. તેનો આનંદ વાસ્તવિક છે
(૭)