________________
હકીકતમાં સુખ અને દુઃખ એ કલ્પના છે. આનંદ વાસ્તવિકતા છે. અનુકૂળતામાં ઋતિ થતાં સુખસંજ્ઞાના કારણે સુખનો અનુભવ થાય છે. તો પ્રતિકૂળતામાં અતિ થતાં દુ:ખસંજ્ઞાના કારણે દુ:ખનો અનુભવ થાય છે, પણ હકીકતમાં આત્મા આનંદ સ્વરૂપ છે અને આનંદની વિકૃતિ સુખ-દુ:ખ છે.
આત્મા એક અવિભાજ્ય અખંડ શાશ્વત દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. (પ્રદેશ= અવિભાજ્ય અવયવ) આ પ્રત્યેક પ્રદેશે અનંતા ગુણો છે. પ્રત્યેક ગુણનો અનંત આનંદ છે. તે જ હું છું અને તે જ મારૂં અવિનાશી સ્વરૂપ છે.
ઈંદ્રિયોના અનુકૂળ વિષયોથી સુખ મળે છે એ ભ્રમણા છે. આ વાતને આપણે તર્કથી સાબિત કરીએ. બધાને મનપસંદ ખાવામાં મજા, આનંદ આવે છે. પણ આનંદ ક્યારે આવે ? ભૂખ હોય તો. ભૂખ વિના ખાવામાં સુખ લાગતું નથી. આમ ઈંદ્રિયોના પ્રત્યેક સુખની પૂર્વે એક દુ:ખ, તૃષ્ણા, Craving હોય છે અને તેના પ્રતિકારને અજ્ઞાની સુખ કહે છે.
(૬)