________________
(૨) વિપરીત જ્ઞાન. આમાં અલ્પજ્ઞાન તેટલું બાધક નથી અને બારમા ગુણસ્થાનક સુધી રહેનારું છે. પણ વિપરીત. જ્ઞાન ચોક્કસ બાઘક છે.
વિપરીત જ્ઞાનના બે આકારો સમજીએ.
(a) “હું શરીર છું.” શરીરને જ આપણે સર્વસ્વ માનીએ છીએ અને આ ભ્રમ દૂર કરવા માટે આપણા સૌના અનુભવનું એક જ વાકય કાફી છે.
ઘણી વાર આપણે બોલીએ છીએ કે, “મારું શરીર દુઃખે છે.” આ જ વાકય પૂરવાર કરે છે કે શરીર તારું છે, પણ તું નથી. તારૂં એટલે કોનું ? શરીરનો માલિક આત્મા છે. આત્મા એક વિવલિત શરીરમાં રહ્યો છે, આત્મા જ કર્માનુસારે શરીર બનાવે છે અને વિવલિત(Particular) શરીર અને આત્માનો વિયોગ એ મૃત્યુ છે. જન્મ અને મરણ પરાધીન છે પણ તે બંને વચ્ચેનું જીવન સ્વાધીન છે. આ સ્વાધીન જીવનને વિવેકનો વળાંક આપવા માટે આ પુસ્તિકા છે.
(b) બીજું વિપરીત જ્ઞાન-“સુખ પદાર્થોમાંથી, પૈસાથી, વ્યતિથી મળે છે.”
(૫)