________________
(૨) આત્મપ્રાપ્તિના સોપાન મનની સ્વસ્થતા
હું આત્મા છું.
જ્ઞાન, દર્શન, ચારિત્ર મારો પરિવાર છે. મન, વચન, કાયા મારા નોકરો છે. આજે આપણે બધી સત્તા આ નોકરોને સોંપી દીધી છે અને તેનો દુરુપયોગ થતાં આત્માનું ૮૪ લાખ યોનિમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ ચાલુ રહ્યું છે. આ સત્ય સમજાવાથી હવે આપણે આપેલ Power of attorney withdraw કરવાનો છે. તે સત્તાને પાછી ખેંચવા માટે મન, વચન, કાયાને ઓર્ડર આપવાના છે.
*
મુખ્યતયા મનને ચાર ઓર્ડર આપતાં કહેવું કે (I) હે મન ! ભૌતિક વસ્તુના આકર્ષણમાંથી તારે બહાર નીકળી જવાનું છે.
ફેશન, વ્યસન અને અનુકરણ એ આપણા મોત સમજવાના છે. તેનો છેલ્લો હપ્તો ભલે સ્મશાનમાં
(૯)