________________
હોય પણ અત્યારે જ આપણી મૌલિકતાનું થતું અવમૂલ્યન સમજતા જવાનું છે.
વિચારોનો આગ્રહ એ પણ વ્યસન છે. વ્યસનની વ્યાપક વ્યાખ્યા : જેની ખરાબી જાણ્યા પછી આપણે જેનાથી છૂટી શકતાં નથી તે વ્યસન છે. દા. ત. તમારો પત્ર પિતા, પતિ કે પત્નીએ ફોડ્યો, ત્રણ દિવસ સુધી ન આપ્યો તો જે ચહલપહલ મચે છે તે કૌતુકવૃત્તિ પણ વ્યસનમાં સમાવિષ્ટ બને છે. આનાથી અટકવા માટે આત્માનું આકર્ષણ ઊભું કરવાનું છે. આમાં કદાચ પત્ર લખનારે જ ત્રણ દિવસ પછી પત્ર આપવાની સૂચના કરી હોય તો ? તો જીવ સમાધાનના માર્ગે આવી શકે છે. પણ આ તો શરતી થયું. આવી જાણકારી ને મળે ને સાક્ષી ભાવ આવી જાય તો પણ કામ ઉત્સુકતા વગર પતી શકે છે.
એક વાસ્તવિકતા નજર સામે લાવો.
ભૌતિક કોઈ પણ શ્રેષ્ઠ પદાર્થ અંતે બગડવાનો છે અને બગડેલો કોઈ પણ
(૧૦)