________________
આત્મા અંતે સુધરવાનો છે. માટે આકર્ષણનું
સ્થાન જડને બદલે ચેતન બનાવી દો. સ્વ અને પરનો તફાવત સમજી આ સાધનાને આત્મસાત કરી ઉધાર અને જમા પાસું મેળવતાં જાવ. ખૂબ આનંદ આવશે. મનને સમજાવીને પણ આ પરિણામ મેળવો.
Debit Gule | Credit gul પુદગલ જોડેનો પ્રેમ પુદગલની અનાસક્તિ
જીવો સાથેનો દ્વેષ, જીવોની મૈત્રી (IT) જીવોની મૈત્રીને અટકાવનાર કોણ છે ? આપણને કોઈનાથી નુકશાન થયું હોય તો આપણને તે જીવ પ્રત્યે ધિક્કાર આવે છે. તેના પ્રત્યે નિષેધાત્મક વિચારણા ચાલુ થઈ જાય છે એટલે મનને બીજો હુકમ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં તારે Negative thinking કરવાનું નથી. આને અટકાવવા માટે નીચેની ચાર વિચારણા આત્મસાત્ કરો.. (૧) ભૌતિક જગતમાં આપણી ઈચ્છા કે જરૂરીયાત
(૧૧)