________________
(૧૦) બુદ્ધિ બીજાની ભૂલને સજા કરે છે.
બીજાને બતાવી દઉં એવી મનોકામના અહીં હોય છે. પોતાનો અહંકાર આના દ્વારા આગળ આવે છે. બીજાનું સ્થાન ભ્રષ્ટ થાય તે માટે તમામ પ્રયત્નો અહીં થતા હોય છે. (૧૧) બુદ્ધિ બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર જલદી આક્ષેપ કરે છે. અને એના માટે ખોટા અભિપ્રાયો બાંધી ગોબેસ પ્રચાર કરવા સુધી તે પહોંચી જાય છે અને પોતાની આવી પ્રવૃત્તિ જોઈને વૃત્તિની તપાસ કરવાને બદલે પોતાની ભૂલને વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરે છે. અંતર્મુખતા ન હોવાના કારણે બુદ્ધિ બહિર્મન બની બીજા ઉપર દોષોનું આરોપણ કરવા સજ્જ બને છે. તા.ક. : બુદ્ધિ જ્યારે સન્માર્ગે પ્રવર્તે છે ત્યારે તેનો હૃદયમાં સમાવેશ થઈ જાય છે. તે જીવ બુદ્ધિશાળી કહેવાય છે. પણ બુદ્ધિ જ્યારે ઉન્માર્ગે પ્રવર્તે છે ત્યારે બુદ્ધિજીવી બને છે. અહીં તેની નિંદા કરી છે.
(૧૭)