________________
(૧૦) હૃદય બીજાની ભૂલને માફ કરે છે. આ માણસ માત્ર ભૂલને પાત્ર. To err is human. ન ભુલે તે ભગવાન. To confess is divine. પ્રભુ આપણી બધી ભૂલોને ભૂલી જઈ પ્રેમથી આવકારે છે તો પ્રભુના ભકત તરીકે આપણી પણ ફરજ છે બીજાની ભૂલને ક્ષમા આપીએ. (૧૧) હદય બીજાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિ ઉપર આક્ષેપ કરતું નથી. એટલે કે કોઈ ભાઈ, બેન જોડે આત્મીયતાથી વાત કરતા હોય તો તેના માટે હદય જલદીથી ખોટો વિચાર કરતું નથી અને પોતાની પ્રવૃત્તિ જોઈને વૃત્તિની જરૂર તપાસ કરે છે. દા.ત. આજે મેં ગુસ્સો કર્યો, તેમાં અહંકાર તો કારણ નથી ને? મેં વ્યવસ્થા માટે ગુસ્સો કર્યો છે ને? મારી અવસ્થા તો ગુસ્સામય નથી થઈ ને ? અવસ્થાનું માપક યંત્ર શું? તમે જેના ઉપર ગુસ્સો કર્યો છે તેના પ્રત્યે જો હમદર્દ હો તો વ્યવસ્થા માટેનો ગુસ્સો છે. દા.ત. તમે સકારણ નોકર ઉપર ગુસ્સો કર્યો, બે દિવસનો પગાર પણ કાપી લીધો.
(૧૬)