________________
(૪) બુદ્ધિપોતાના અધિકારોનો વિચાર કરે છે.
પણ વસ્તુ સ્થિતિ જોતાં અધિકારની પ્રાપ્તિ સામાની પાત્રતા અને આપણા પુણ્યને આધિન હોવાથી પરાધીન છે. માત્ર અધિકારનો વિચાર છે તે પશુતા છે. ‘‘I and Mine'' હું અને મારૂં આજ વાતને કેન્દ્રમાં રાખનાર માત્ર બુદ્ધિનો દુરુપયોગ કરે છે. બીજાને બુદ્ધિબળથી ફસાવનાર પોતે પૂર્વપુણ્યના ઊદયથી સુખી હોય તો પણ ભવાંતરે લાંબા કાળે દુ:ખી જ થશે. એ વિશ્વ વ્યવસ્થાની Cosmic order ની સુનિશ્ચિત વાત છે.
‘‘સત્તા અને અધિકાર વધતા શું વધ્યું ? તે તો કહો : વધવાપણું સંસારનું, કાં અહો રાચી રહો' દુર્બુદ્ધિ એ ફુગાવો છે, પોતે બગડે છે અને બીજાને બગાડે છે અને એમ કરતા સમાજ, દેશ, રાષ્ટ્ર, વિશ્વ બગડે છે. આ પ્રદુષણ (Pollution) અત્યંત ખરાબ છે. એની ઝેરી અસરથી બુદ્ધિજીવી આજે ફરજથી ભ્રષ્ટ થઈને દુર્ગુણોનો ચેપ લગાડે છે. આવું આપણાથી ન થાય તે વિચારવું.
(૯)