________________
૯) દેવ, ગુરૂ, વડીલ, મા-બાપવિગેરેને પગે લાગવાથી પુણ્ય બંધાય છે. પૂજ્યોના, વડીલોના ઉપકાર સ્વીકારથી કૃતજ્ઞતા ગુણ વિકસે છે. અહંકારના ત્યાગથી આ પુણ્ય પ્રાપ્ત થાય છે.
જગતમાં ત્રણ વસ્તુ પ્રત્યક્ષ છે. પણ કોની કેટલી તાકાત છે તે બુદ્ધિશાળીએ સમજવા જેવું છે અને સક્ષમ તત્ત્વ પાછળ સમય તથા શક્તિ ખરચવાના છે. પૈસા, પુણ્ય અને ધર્મ આમાં ઉત્તરોત્તરના તત્ત્વ બળવાન છે.
પૈસાથી ચામા મળે, જ્યારે પુણ્યથી આંખો મળે અને ધર્મથી નિર્વિકારી દષ્ટિ મળે.
પૈસાથી ટોપી કે સાફો મળે, જ્યારે પુણ્યથી માથું મળે અને દર્મથી સદ્દવિચાર મળે. - ટૂંકમાં, પૈસાથી સામગ્રી મળે, પુણ્યથી શકિત મળે અને ધર્મથી શકિતનો સદુપયોગ મળે.
મારે મારી શકિતથી બીજાને સન્માર્ગમાં ઉપયોગી બનવું છે" આ ભાવના પુણ્યના બીજરૂપ
(૧૩)