________________
cheque જો ફાટેલા કવરમાં સ્વીકાર્ય બને છે તો સત્તાથી પૂર્ણ સિદ્ધસ્વરૂપી એવા અન્ય આત્માની કોઈ પણ ભૂલ નગણ્ય કેમ ન બને ? (૩) હકીકતમાં સૌને સૌના ગુણ-દોષનો અનુભવ થાય છે, એટલે કોઈ પણ સંયોગોમાં આપણને આપણાં જ ગુણ કે દોષનો અનુભવ થાય છે. બીજાના ગુણ-દોષનો અનુભવ થતો નથી અને ગણ = સુખ, દોષ = દુ:ખ - આ. સમીકરણના આઘારે આપણા સુખનો remote control બીજાને કેવી રીતે સોંપી શકાય?
એક દષ્ટાંતથી વિચારીએ કે એક સાસુ વહુને વાત્સલ્ય આપે છે અને વહુ સાસુને ધિક્કારે છે. તો સાસુને પ્રેમનો અનુભવ થવો જોઈએ કારણકે એની પાસે વાત્સલ્યનો ગુણ વિદ્યમાન છે. હવે સાસુને ધિક્કારનો અનુભવ થતો હોય તો સમજવું કે એનો પ્રેમ શરતી છે. સાચા પ્રેમને શરત હોતી નથી. આપણે નિષ્કામ, નિર્દભ ગુણ કે ળવીએ તો દુનિયાની કોઈ શકિત આપણા આનંદને છીનવી શકે તેમ નથી.
(૧૬)