________________
તો નાસ્તિક વિચારશે કે ભાભી વિ. પિયરીયાં જ એવા છે, આસ્તિક પોતાના કર્મના-તેવા પ્રકારના ઋણાનુંબંધનો વિચાર કરશે અને ધર્મી પોતાના અહંકારને દુ:ખનું કારણ ગણશે.
આવી જ રીતે કોઈ મિત્રે કપટ કર્યું. તમારા પાંચ લાખ રૂપિયા દબાવી દીધા. નાસ્તિક તેને ગુનેગાર માનશે, આસ્તિક અશરણ ભાવનાનો વિચાર કરશે અને ધર્મી ધનની આસક્તિનો દોષ પોતાના દુઃખ માટે જવાબદાર છે, એમ સમજી આસક્તિ દૂર કરવાના ઉપાયો વિચારશે. અહંકાર એ બુદ્ધિનું કેન્સર છે ને આસક્તિ એ લોહીનું ડાયાબીટીસ છે. તે બે રોગોને દૂર કરવામાં પ્રયત્નશીલ બનો. આસક્તિનું એક અનિવાર્ય અનિષ્ટ છે કે તે ઈન્દ્રિયોને અશક્ત બનાવી દે છે અને મનને નિ:સત્ત્વ બનાવી દે છે.
બીજાને દુઃખનું કારણ માનતા રોગ અને તેના ઉપાયોની અસ્પષ્ટ સમજણના કારણે રોગ વકરેલો રહે છે. ભાવ આરોગ્ય સ્વપ્ન બને છે. તેવું ન બનાવવું હોય તો સતત વિચારો કે લાખ રૂા.નો valid
(૧૫)