________________
તારા દોષને વ્યાજબી ઠરાવવાના નથી. દોષોની કબૂલાત કરશો તો દોષો જ શે અને દોષોની વકીલાત કરશો તો દોષો મજબૂત બનશે.
નિમિત્તને દોષ દેવો એ અવળી સમજણ છે. કારણકે નિમિત્તનું આત્મા જે ભાવે આલંબન લે તે પ્રમાણે કાર્ય થતું હોય છે. એટલે આત્માની સાવધાની અત્યંત જરૂરી છે.
મનને કેળવણી આપવાની છે કે ઘટનાઓ ઘા ન કરે, પરિસ્થિતિઓ પીડા ન કરે અને સંયોગો સતાવે નહીં એ રીતે તારે વર્તવાનું છે. કોઈ પણ ઉદ્યાની સામે પ્રતિક્રિયા કરતાં પહેલાં વિવેકની ચોકી મૂકવાની છે અને સ્વ-પરને દુ:ખદ અને કર્મબંધ કરાવનારી પ્રતિક્રિયાથી અટકવાનું છે. લાખો પ્રતિક્રિયામાંથી એક ગુસ્સાની પ્રતિક્રિયા માટે નીચેનું માર્ગદર્શન અત્યંત જરૂરી બનશે. (૧) “વિચારોનો આગ્રહ છોડી દેવાથી” ૯૯ ટકા ગુસ્સો કાબુમાં આવે છે. -
કરૂણાના સાગર એવા પરમાત્માનું આપણે ૧૦
(૨૦).