________________
ટકા માનીએ છીએ અને સ્વાર્થના સાગર એવા આપણું બીજા ૧૦૦ ટકા માને એવો આગ્રહ અસ્થાને છે. તમે કહીને ખસી જાવ. કહેવાની વાત તમારી ફરજમાં આવે છે. પછી બીજા માને છે કે નહીં ? તે વિચારધારાથી મુક્ત થઈ જાવ. તમે માર્ગદર્શન આપી શકો છો, ખલેલ પહોંચાડી શકતા નથી. બંને વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. કહ્યા પછી બીજા કરે છે કે નહીં ? તે જોયા કરવું એ દખલ છે. (૨)સાક્ષી ભાવ રાખવાથી' ક્રોઘની અસરથી મુક્ત થવાય છે. સાક્ષી ભાવ એટલે કર્મના ઉદયને અસર રહિત ભોગવવા. (૩)ગુસ્સો જેની જોડે થયો છે તે સિવાય બીજા જોડે ન કરવો. આનાથી ક્રોધનો વ્યાપ ઓછો થાય છે. ગુસ્સાને ‘ખો' ન આપવો. (૪) ગુસ્સો જે વ્યક્તિ જોડે-જે વિષયમાં થયો છે તે સિવાય બીજો વિષય ન જોડવો. આનાથી ગુસ્સાની તીવ્રતા અને વ્યાપકતા ઓછી થઈ શકે છે.
L
(૨૧)